જામીન મંજૂર છતાં અલ્પેશ કથીરિયા જેલમુક્ત તો નહીં જDecember 04, 2018


સુરત તા.4
રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા અલ્પેશ કથિરિયાને ગઇકાલે જામીન મળતા પરિવાર અને સમર્થકોમાં ખૂશીની લાગણી જોવા
મળી. આજરોજ અલ્પેશ કથીરીયાને અમદાવાદ સાબરમતી જેલથી સુરત સબજેલ લાવવામાં આવ્યો આવ્યો. જ્યાં જેલ બહાર અલ્પેશ સમર્થકોએ જામીન મંજૂર થતાં નારેબાજી પણ કરી હતી. પરંતુ પાસના કાર્યકરો માટે માઠા સમાચાર એ છે કે અમરોલી હત્યા પ્રયાસ કેસમાં હજુ કથીરીયાને જેલમાં જ રહેવું પડે તેમ છે.
નોંધનીય છે કે અમદાવાદ બાદ ગઇકાલે સુરત કોર્ટમાંથી અલ્પેશને 25 હજારના બોન્ડ પર જામીન મળ્યા છે. જો કે ચાર્જશીટ રજૂ ન થાય ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવાની શરત મૂકવામાં આવી છે. કથીરીયાને જામીન મૂક્ત કરવામાં કેટલીક શરતો પણ કોર્ટ દ્વારા મૂકવામાં આવી છે. સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં 307ના કેસમાં કથીરીયાની ધરપકડ કરવામાં આવી છે. અમરોલીમાં ગુના રજિસ્ટર્ડ નંબર 226/2017નો કેસ પેન્ડીંગ છે. આ કેસમાં કથીરીયાને જામીન મળ્યા નથી. જેથી સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ પણ કથીરીયા જેલમાંથી મૂક્ત થશે નહીં.