લીસન, લર્ન એન્ડ લીવ: એચઆઈવી પોઝીટીવનો અટલ ઉપાયDecember 04, 2018

આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં લાઇવ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. બે વ્યક્તિ જે એચઆઇવી પોઝીટીવ હતા તેમની મુલાકાત ચાલી રહી હતી. હાજર રહેલ દરેક સ્ટાફ આશ્ર્ચર્ય અને ઉત્સુકતા સાથે દરવાજાના નાનકડા કાચમાંથી એક નજર કરી જતા હતા. આ એ સમય હતો જ્યારે એચઆઇવી એઇડસ વિશે સમાજમાં ભયંકર ગેરમાન્યતાઓ અને ડરનો માહોલ હતો અને તેથી જ લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયત્નોના ભાગરૂપે એ મહિલા ઓફીસરે આ બે વ્યક્તિઓની મુલાકાત ગોઠવી હતી. એઇડસ વિશે વાત કરતા પણ સમાજમાં લોકો છોછ અનુભવતા એવા સમયે આવું હિંમતનું કામ કર્યુ હતું. એ સમયના આકાશવાણી રાજકોટના ટ્રાન્સમીશન એક્ઝિકયુટીવ ઓફીસર અટલ શર્મા હતા.
આજે એ વાત યાદ કરતા અટલ શર્માએ જણાવ્યું હતું કે એ સમયે લોકોમાં એઇડસ વિશે માહિતીનો અભાવ ગેરમાન્યતાઓ ઉપરાંત આર્થિક, સામાજિક અને માનસિક રીતે પણ ભયનો માહોલ હતો. એઇડસ એટલે મૃત્યુ એવું માનતા લોકોમાં જાગૃતિ લાવવા, ડર દૂર કરવા તેમજ એચઆઇવી પોઝીટીવ લોકોને સમાજમાં માનભર્યુ સ્થાન આપવા માટે એક કાર્યક્રમ બનાવવા નક્કી કર્યુ. યુવાનો માટેના ખુબ જ લોકપ્રિય કાર્યક્રમ યુવા વાણીમાં દર મંગળવાર અને શનિવારે ‘લીસન, લર્ન એન્ડ લીવ’ શ્રેણી શરૂ કરી લોકો તરફથી અણધાર્યો પ્રતિભાવ મળ્યો. લોકોના પ્રશ્ર્નો અને આભારની ટપાલોના ઢગલા થવા લાગ્યા. આ જોઇને ઉત્સાહમાં વધારો થયો. લગભગ બે વર્ષ ચાલેલા અને આ કાર્યક્રમના એક એપિસોડ માટે લંડનના થોન્સન ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ પણ મળ્યો. ત્યારબાદ રીસર્ચ બેઇઝ કાર્યક્રમ પણ કર્યો. જેમાં બ્લાઇન્ડ અને જયુવેનાઇલ તેમજ શાળાના બાળકોને પણ સામેલ કર્યા. જેને ખુબ પ્રશંસા મળી હતી. હમણાં જ વિશ્ર્વ એઇડસ દિવસ ગયો એ સંદર્ભે અટલ શર્માએ જણાવ્યું કે અત્યારે તો પરીસ્થિતિ ઘણી જ સારી છે. લોકોમાં જાગૃતિ છે પરંતુ એ ગંભીર સમયે આવું કાર્ય કરવાનો આજે સંતોષ છે. હાલ તેઓ પર્યાવરણ સુરક્ષા સંબંધી કાર્ય કરી રહ્યા છે તે માટે તેમને ખુબ ખુબ શુભેચ્છા. જ્યારે એઇડસ વિશે લોકોમાં ડર અને ગેરમાન્યતા ફેલાયેલ હતી ત્યારે લોકજાગૃતિના આ કાર્યક્રમ માટે લંડન થોમસન ફાઉન્ડેશન દ્વારા એવોર્ડ મળ્યો અને લોકો તરફથી મળી પ્રશંસા અને આભારની લાગણી તમારા ઇરાદાને મક્કમ બનાવો
તમારા પોતાના વિચારો અને ઇરાદાઓ વિશે મક્કમ રહો જે પણ કરવું છે તે સાચું જ છે એવો અંદરથી આત્મવિશ્ર્વાસ તમારામાં એક અલગ ઉર્જા ઉત્પન્ન કરે છે અને એ ઉર્જા તમારા કાર્યને સફળતાની મંઝીલ સુધી પહોંચાડે છે. સામાજિક અને લોકજાગૃતિના કાર્યમાં પણ અગ્રેસર...
ક્ષ ક્રિષ્નકાંત શર્મા અને પુષ્પાબેન શર્માના ચાર સંતાનોમાં સૌથી નાના પુત્રી અટલ શર્માએ બીએસસી મેથ્સ કર્યા બાદ એમડીસી કર્યા બાદ ઇગ્નુમાં એચઆઇવી પોઝીટીવને લગતો કોર્સ કર્યો.
ક્ષ ઓલ ઇન્ડિયા રેડિયોમાં કાર્ય કરતા કરતા પર્યાવરણ પ્રત્યે લગાવ થયો અને ભૂમિ કોલેજ બેંગ્લોરમાં સાયન્સ એન્ડ મેનેજમેન્ટ ઓફ સસ્ટેનેબલ લિવિંગ કોર્સ કર્યો.
ક્ષ પ્રથમ આકાશવાણી કેમ્પસમાં જે જગ્યા અવાવરૂ હતી તેને જ સાફ કરી ર00 વૃક્ષો વાવી જગ્યાને રળિયામણી બનાવી.
ક્ષ આ કાર્યમાં શાળાના બાળકોને પણ જોડયા અને સ્વચ્છતા તથા પર્યાવરણ વિશે જાગૃતિના પ્રયત્નો કર્યા.
ક્ષ પોતે પણ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીને બીજાને પણ પ્લાસ્ટિકના નુકસાન વિશે સમજાવે છે. શ્રેણી બનાવતી વખતે એક સ્ત્રી તરીકે અટલ શર્માને અનેક મુશ્કેલી અને લોકોના  વિરોધનો સામનો કરવો પડયો છતાં લોકોને મદદરૂપ થવા આ બીડુ ઝડપ્યું 1 તારીખે વિશ્ર્વ એઇડસ દિવસની ઉજવણી થઇ ત્યારે એવી વ્યક્તિની કામગીરીને સલામ
કે જેણે એચઆઇવી પોઝીટીવ વ્યક્તિઓને અંધકારમાંથી પ્રકાશનું કિરણ દેખાડયું