ટિપ્સ ફ્રોમ મોમDecember 04, 2018

શિયાળો આવતા જ ગરમ કપડા વોર્ડરોબમાંથી બહાર આવી જાય છે.
શિયાળાના દિવસોમાં ગરમ કપડાંની જો યોગ્ય કાળજી લેવામાં આવે તો તે નવા જેવા જ દેખાય છે
અને દેખાવમાં પણ સારા લાગે છે. જોઈએ ગરમ
કપડાંની કાળજી લેવા માટેની કેટલીક ટિપ્સ...
ક્ષ ગરમ કપડા આમ તો નોન એલર્જીક હોય છે પરંતુ જો તે કાપડ ખૂંચે કે ખંજવાળ આવે તો તેમાં લેનોલીન મિક્સ કરેલ હોવું જોઈએ.
ક્ષ ગરમ કપડા માટે હેન્ડ વોશ કે મશીન વોશ કરતા ડ્રાય ક્લિનિંગ વધુ યોગ્ય હોય
છે.
ક્ષ આમ છતાં વોશિંગ ઇન્સ્ટ્રક્શન જોઈ લેવી જરૂરી છે.સુપર વોશ,મશીન વોશ કે પછી વોટર ટેમ્પ્રેચર 40 ઓ એવું લખેલ હોય છે
ક્ષ માઈલ્ડ ડિશ વોશિંગ લિકવિડને પાણીમાં ઓગળી, ત્રણ ચાર મિનિટ પલળવા દો ત્યારબાદ એકદમ હળવા હાથે ઘસી લો.કડક બ્રશ ફેરવવું નહીં. ફરી હુંફાળા ગરમ પાણીમાં ધોઈ નાખો.
ક્ષ જો લિકવિડના બદલે પાવડર વાપરવો હોય તો હુંફાળા પાણીમાં પાવડરને સંપૂર્ણ ઓગળી જવા દો ત્યારબાદ ગરમ કપડાં પલાળો.
ક્ષ ચોખ્ખા પાણીમાં ધોઈને વધુ નિચોવવા નહીં.
પોલા હાથે નિચોવો અથવા નિતરવા દો.
ક્ષ દોરી પર સુકાવવાના બદલે હેંગરમાં લગાવી દો.
ક્ષ ગરમ કપડાને સુકાવતી વખતે ઉલ્ટા કરી નાખો.
ક્ષ એકદમ જ સુકાવા દો અને સંપૂર્ણ સુકાઈ જાય પછી જ ઈસ્ત્રી કરો.
ક્ષ ઈસ્ત્રી ફેરવતી વખતે તેના પર એક પાતળું કપડું રાખો
ક્ષ એકદમ વજન ન દેતા હળવા હાથે ઈસ્ત્રી
ફેરવો.
ક્ષ ઈસ્ત્રી થઈ ગયા પછી એકદમ સરસ ઘડી કરીને કબાટમાં મુકવા.
ક્ષ આ સાથે ફીનાઇલની ગોળી પણ મુકવી.
આમ નાની નાની વાતોનું ધ્યાન રાખવાથી ગરમ કપડાનો રંગ,આકાર અને કદ જળવાઈ રહે છે.