ચીન-અમેરિકા ટ્રેડ વોરના અંતનો આરંભDecember 03, 2018

 ટ્રમ્પ અને જિનપિંગની મંત્રણા સફળ : વ્હાઈટ હાઉસનો દાવો
વોશિંગ્ટન તા,3
અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડ વોરને લઈ સકારાત્મક સંકેત મળ્યાં છે. જી -20 શિખર સમ્મેલનથી અલગ આર્જેટિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ઉમળકાભેર મળ્યાં હતાં.
વ્હાઈટ હાઉસે ટ્રમ્પ અને શી વચ્ચે બ્યૂનર્સ આયર્સમાં યોજાયેલી બેઠક સફળ રહી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં બંને નેતાઓ વચ્ચે 1લી જાન્યુઆરી 2019થી એક બીજાના માલસામાન પર આયાત ડ્યુટી ના લગાવવા પર સહમતિ બની છે. બંને નેતાઓએ વર્તમાનમાં ચાલીએ રહેલા ટ્રેડ વોરનો અંત આણવા સતત ચર્છા કરવાને લઈને પણ
પ્રતિબદ્ધતા દાખવી હતી. એટલું જ નહીં બંને સાથે બેસીને ડિનર પણ કર્યું
હતું. જેથી એવા પણ કયાસ
લગાવવામાં આવી રહ્યાં છે કે, અમેરિકા અને ચીનના સંબંધોમાં પડેલી તિરાડ ભરાઈ શકે છે.
જી-20થી અલગ ગઈ કાલે શનિવારે ટ્રમ્પ અને શી વચ્ચે ડિનર બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. જેમાં ટ્રમ્પે ચીન પર 90 દિવસ માટે 200 અબજ ડોલરના સામાન પર ડ્યુટી લગાવવાની યોજના અટકાવી દીધી છે. આ દરમિયાન બંને વચ્ચે સહમતિ બની હોવાની વાત કહી છે. અમેરિકા 1 જાન્યુઆરી 2019થી 200 અબજ ડોલરના સામાન્ય પર 100 થી 25 ટકા સુધીની ઈમ્પોર્ટ ડ્યુટી લગાવવાનું હતું. જેને અમેરિકાએ હાલ રોકી રાખવાની વાત કહી છે. સાથે જ ટ્રમ્પે કહ્યું છે કે, બંને નેતાઓ અને ત્તેમના સલાહકાર અનેક વિષયો પર ચર્ચા કરશે.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, અમે વ્યાપાર પર ચર્ચા કરીશું અને ચીન અને અમેરિકા બંને માટે યોગ્ય હોય તેવા સમાધાન શોધવામાં આવશે. તો શીએ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે નેતાઓ સાથે અંગત મિત્રતાનો પણ ઉલ્લેખ કર્યો છે.આ વર્ષે જ અમેરિકાએ ચીન પર 250 અબજ ડોલરના સામાન પર ઈમ્પોર્ટ ડ્યુટી લગાવી હતી, ત્યાર બાદ જવાબમાં ચીને પણ અમેરિકાના 60 અબજ ડોલરના સામાન પર આયાત ડ્યુટી લાગુ કરી હતી.