અમરેલી પાલિકાના 20 બળવાખોર સભ્યોની હાઇકોર્ટમાં આજે સુનાવણીDecember 03, 2018

પક્ષાંતર અધિકારી
સમક્ષ સભ્યો હાજર થતા નહીં હોવાથી હાઇકોર્ટમાં દાદ મંગાઇ હતી
અમરેલી તા.3
અમરેલી નગરપાલિકામાં ગત તા. 14/6 નાં રોજ પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવેલ હતી. જેમાં સતાધારી પક્ષ કોંગ્રેસ પક્ષ તરફથી પ્રમુખ તરીકે બાલુબેન ડી. પરમાર તથા ઉપપ્રમુખ તરીકે સંદિપ બી. ધાનાણીના નામનો મેન્ડેડ આપવામાં આવેલ. પરંતુ સદર ચુંટણીમાં કોંગ્રેસપક્ષનાં નિશાન ઉપર ચુંટાયેલા 1પ સદસ્યોએ ભાજપનાં 6 સદસ્યો તેમજ અપક્ષનાં 3 સદસ્યોની સાથે મીલીભગત કરી પ્રમુખ/ઉપપ્રમુખ તરીકે મેન્ડેડ વિરૂઘ્ધ મતદાન કરીને પ્રમુખ તરીકે જે. એમ. રાણવા તેમજ ઉપપ્રમુખ તરીકે એસ.આર. કાદરી (સૈયદ)ને ચૂંટી કાઢયા હતા. આ બાબતે કોંગ્રેસ પક્ષનાં ચૂંટાયેલા સદસ્યોએ હાઈકમાન્ડને રજૂઆત કરતાં કોંગ્રેસ હાઈકમાન્ડે બળવાખોર 1પ સદસ્યોને 6 વર્ષ માટે કોંગ્રેસ પક્ષમાંથી સસ્પેન્ડ કરવાનો હુકમ કરેલ હતો.
આમ કોંગ્રેસ પક્ષનાં ર0 સદસ્યો વતી સંદિપ બી. ધાનાણીએ પક્ષાંતરધારા હેઠળ સચિવ રમતગમત વિભાગ, ગાંધીનગર ખાતે કેસ દાખલ કરેલ. જેના સચિવ અવારનવાર મુદત પૈકી એકપણ મુદતમાં હાજર રહેલ ન હોય કુલ સાત મુદતોમાંથી છેલ્લી મુદતમાં હાજર નારહેતા કોંગી સદસ્યોએ ગુજરાત હાઈકોર્ટ અમદાવાદમાં સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન નં. 18ર47/ર018 દાખલ કરેલ. જેમાં ગુજરાત હાઈકોર્ટ તરફથી આગામી સુનવણી આવતીકાલ તા. 3/1ર/18 નાં રોજ તમામ વાદી/પ્રતિવાદીને નોટીશ બજાવીને હાજર રહેવા જણાવેલ છે.