અમેરિકામાં ‘ડિયાગો’ વાવાઝોડાંથી 1700 ફલાઇટ રદ્દ; 4 લાખ લોકો અંધારપટ્ટમાંDecember 11, 2018

ટેકસાસ તા.11
અમેરિકાના દક્ષિણ તટે શિયાળુ વાવાઝોડુ ડિયાગો ત્રાટક્યું છે. ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં ટેક્સાસના દરિયા કિનારે પેદા થયેલું ડિયાગો ઈસ્ટ તરફ આગળ ધપ્યું હતું જેને પગલે કેરોલિના અને જ્યોર્જિયામાં ખાનાખરાબી સર્જાઈ હતી. ડીયોગોને પગલે ભારે હિમવર્ષાના કારણે સાઉથ કેરોલિના અને ટેક્સાસ વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો. જ્યોર્જિયામાં વાવાઝોડામાં બહાર નીકળેલા એક વ્યક્તિ પર ઝાડ પડતાં તેનું મોત થયું હતું. ટેક્સાસ અને નોર્થ કેરોલિના વચ્ચે અંદાજે 3,85,000 લોકો વીજ વિહોણા બન્યાં હતા.
કેરોલિના અને ટેક્સાસમાં મોટાભાગની વીજ લાઈનો ઠપ્પ થતાં અંધારપટ છવાયો હતો. સોમવારે કેટલાક ઠેકાણે બરફવર્ષા થઈ હતી. ડલાસ એરપોર્ટ પર 1000 કરતાં પણ વધારે ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી હતી.
અમેરિકન એરલાઈન્સે કેરોલિના, વર્જિનિયાના નવ એરપોર્ટ માટે ટ્રાવેલ એલર્ટ જારી કર્યું હતું. પ્રવાસીઓને ફ્લાઈટ લેતા પહેલા ફ્લાઈટ ચેક કરવાનું કહેવામાં આવ્યું. છે. છેક મિડવેસ્ટ સુધીની ફ્લાઈટો રદ કરી નાખવામાં આવી હતી.
ડિયાગોની અસરને કારણે અમેરિકી એરલાઈન્સે 1700 જેટલી ફ્લાઈટ્સ રદ કરી નાખી હતી. સૌથી વધારે ખાનાખરાબી નોર્થ કેરોલિના, વર્જિનિયા અને વેસ્ટ વર્જિનિયામાં થઈ હતી. સદનસીબે મોટી જાનહાની ટળી હતી અને અત્યાર સુધીમાં ફક્ત 1 વ્યક્તિનું મૃત્યું થયું હતું.નોર્થ કેરોલિના ગર્વનર રોય કૂપરે કહ્યું કે સમગ્ર કેરોલીના માટે ઈમરજન્સી જાહેર કરાઈ છે. નોર્થ કેરોલિયના નેશનલ ગાર્ડને ખડે પગે રાખવામાં આવ્યાં છે. ડિયાગો ની અસર હજુ થોડા દિવસો સુધી ચાલતી રહેશે.
નેશનલ વેધર સર્વિસે આગાહી કરી છે કે સોમવાર અને મંગળવાર સુધી હિમવર્ષા ચાલુ રહેશે. ડિયાગો ની અસરને કારણે ઘણે ઠેકાણે ભારે વરસાદ પણ પડશે. વિભાગે લોકો ઘરમાં રહેવાની સલાહ આપી છે.કેટલેક ઠેકાણે બે ઈંચ સુધી બરફ જામ્યો હતો. ઘણા લોકોએ ડિયોગાના પ્રકોપની તસવીરો ટવીટર પર શેર કરી હતી.