ટિપ્સ ફ્રોમ મોમDecember 11, 2018

શિયાળામાં તલ
તલની તાસીર ગરમ હોવાથી તેનું ઠંડીમા્ વધારે સેવન કરવું જોઈએ. ઘણા લોકો શિયાળામાં તલના તેલનો પણ ખાવામાં ઉપયોગ કરતાં હોય છે. તલના તેલથી માલિશ કરવાથી પણ શરીરની ત્વચા ઠંડીમાં શુષ્ક થતી અટકે છે અને શરીર પરના ડાઘ, ધબ્બા દૂર થઈ જાય છે. આ ઉપરાંત શરીર પર ચમક પણ આવે છે. શિયાળામાં તલના ઉપયોગો જોઈએ.
ક્ષ તલના તેલનું માલિશ કરવાથી કમર, ગોઠણના દુખાવામાં રાહત રહે છે.
ક્ષ તલ, સૂંઠ, મેથી, અશ્ર્વગંધા સરખા ભાગે લઈને ચૂર્ણ બનાવી લેવું. સવાર સાંજ આ ચૂર્ણનું સેવન કરવાથી આર્થરાઈટિસની સમસ્યા દૂર થાય છે. *ઠંડીમાં તલનું સેવન કફ અને સોજાથી પણ છુટકારો અપાવે છે.
ક્ષ તલનો પ્રયોગ ઘી અને ગોળની સાથે કરવાથી ઘણાં પ્રકારના રોગ દૂર થાય છે. તલસાંકળી અને તલના લાડુએ શરીર માટે ફાયદાકારક રહે છે.
ક્ષ તલની સાની કે કચરિયું અને તલવટ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
ક્ષ પાંચ ગ્રામ તલ અને પાંચ ગ્રામ ગોખરુનો ઉકાળો બનાવીને પીવડાવવાથી વારંવાર યુરિનની સમસ્યામાંથી આરામ મળે છે.
ક્ષ 1 કપ તલના તેલમાં થોડા લીમડાના પાનને નાખો. આ તેલની માલિશથી ખીલ અને ચામડીના રોગથી છુટકારો મળે છે.
ક્ષ ચા બનાવતી વખતે તેમાં બે ગ્રામ તલ કે બે- ત્રણ તલના છોડના પાન અને થોડુ આદુ પણ નાખો. આ ચાના સેવનથી ખાંસી જલ્દી જ મટી જશે.
ક્ષ રોજ સવારે 10 ગ્રામ કાળા તલને સારી રીતે ચાવી- ચાવીને ખાવાથી પેઢા સ્વસ્થ અને દાંત મજબુત થાય છે.
ક્ષ તલ, સુંઠ, મેથી, અશ્વગંધા અને હળદરને બરાબર માત્રામાં મેળવીને પાવડર બનાવી લો. રોજ સવાર- સાંજ લેવાથી આર્થરાઈટીઝની સમસ્યા દૂર થાય છે.