અમેરિકી અર્થતંત્ર નવ લાખ કરોડ ડોલરના કોર્પોરેટ દેવા હેઠળ દબાયું: મંદીની શકયતાNovember 23, 2018

એકાદ-બે વર્ષમાં પરિસ્થિતિ પર કાબૂ કરવામાં નહીં આવે તો અર્થતંત્ર વધુ મુશ્કેલીમાં મૂકાઇ જશે
ન્યૂયોર્ક તા,23
સરળ ધિરાણ શરતો અને રોકાણકારો તરફથી સતત વધી રહેલા દેવાના પ્રમાણથી અમેરિકન અર્થતંત્ર ઉપર 9 લાખ કરોડ ડોલરના દેવાનો બોમ્બ ગમે ત્યારે ફાટશે તેવી દહેશત યુએસ કોર્પોરેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. વોલસ્ટ્રીટ એવું માને છે કે, આગામી એકાદ-બે વર્ષમાં આ મુશ્કેલી સંભાળી શકાય તેવી છે.
જોકે, તેઓ એવું માની રહ્યા છે કે, જો દેવું અને વ્યાજદર બન્ને વધતાં રહેશે તો કોર્પોરેટ પ્રોફીટ માર્જિન ઘટી શકે છે. આ દેવા અંગે બે પ્રકારની શક્યતા જોવાઇ રહી છે. વ્યાજદર ઘટે અને અર્થવ્યસ્થામાં સુધારો ચાલુ રહેશે તો આ પરિસ્થિતિને સંભાળી શકાશે. પરંતુ જો વ્યાજદરની સાથે લોન્સનું ભારણ વધતું રહેશે અને
ઇકોનોમી ફરી મંદીમાં સપડાશે તો દેવા બોમ્બને ફાટતો રોકી નહીં શકાય.
નિષ્ણાતોના ચિંતાના કારણો જણાવતા કહે છે કે વ્યાજના દરો ઊંચા છે અને આગામી વર્ષે ગમે ત્યારે મંદી દેખાઇ શકે છે. કંપનીઓનું રેટિંગ ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડથી ઘટી હાઇ-યિલ્ડ કે જંક થઇ શકે છે. 10 વર્ષમાં કોર્પોરેટ દેવું 4.9 લાખ કરોડ ડોલરથી વધી 9.1 લાખ કરોડ ડોલરે પહોંચી શકે છે. કોર્પોરેટ્સનો કેશ-ટુ-ડેટ રેશિયો 12 ટકાની સૌથી નીચી સપાટીએ સ્પર્શી ગયો છે, અને મેક્સિમમ લિવરેજ અને મિનિમમ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો 80 ટકાની નવી ટોચે હોઈ સ્થિતિ ચિંતાજનક છે.