ટ્રમ્પના જમાઈ-પુત્રી જેસલમેરમાં શાહી લગ્નમાં હાજરી આપી શકે છેNovember 22, 2018

જેસલમેર તા,22
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેર્ડ કુશનર આ અઠવાડિયે જેસલમેરમાં એક શાહી લગ્નમાં હાજરી પૂરાવે તેવી શક્યતા છે. અત્યારે જેસલમેરમાં સિક્યોરિટીની વ્યવસ્થા ચાલી રહી છે. કુશનરની પત્ની અને ટ્રમ્પની દીકરી ઈવાન્કા પણ પતિ સાથે જેસલમેર આવે તેવી શક્યતા છે. જો કે આ વાતને સત્તાવાર સમર્થન આપવામાં આવ્યું નથી.
જેસલમેરમાં આ શાહી લગ્ન 22 થી 25 નવેમ્બર સુુધી યોજાવાના છે. આ મુલાકાત દરમિયાન જેર્ડ અને ઈવાન્કા જેસલમેરના પ્રખ્યાત રેતીના ઢૂવા જોવા પણ જાય તેવી શક્યતા છે. યુ એસ એમ્બેસીએ આ અંગે કોઈ માહિતી આપી નહતી પરંતુ વ્યક્તિએ જણાવ્યું કે વ્હાઈટ હાઉસ જ આ સવાલોનો જવાબ આપી શકશે.
જેર્ડ-ઈવાન્કાની મુલાકાત પહેલા અમેરિકન એમ્બેસીના અધિકારીઓની 50 જણની ટીમ અને સિક્યોરિટીના માણસો જેસલમેર બધી વ્યવસ્થાની તપાસ કરવા પહોંચી ગયા હતા. એડિશનલ એસ.પી.રાજીવ દત્તાએ જણાવ્યું કે જેર્ડ અને ઈવાન્કા સ્પેશિયલ ચોર્ટર્ડ ફ્લાઈટ દ્વારા 22 નવેમ્બરે પહોંચે તેવી શક્યતા છે.