સેન્સેક્સ 247 અંક અને નિફ્ટી 70 પોઈન્ટ ડાઉનNovember 22, 2018

રાજકોટ તા.22
શેરબજારમાં આજે શરૂઆતના કારોબારમાં ચાલ સુસ્ત રહી હતી. ખુલ્યાબાદ નિફ્ટીમાં 10,626 અંક સુધી દસ્તક આપી હતી તો સેન્સેક્સ 35,314 સુધી પહોંચ્યો હતો. જો કે શરૂઆતમાં તેજી પછી સેન્સેક્સ અને નિફ્ટીમાં સુસ્ત રહ્યુ હતું.
બપોરે 3.00 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સમાં સેન્સેક્સ 247 પોઈન્ટ એટલેકે 0.70 ટકાના ઘટાડા સાથે 35,000નું સ્તર ગુમાવી 34,951 પર કારોબાર કરી રહ્યો હતો તો એનએસઈના 50 શેરોવાળો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 70 પોઈન્ટ ઘટીને 10,530ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં સામાન્ય ખરીદારી જોવા મળી રહી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 23.93નો ઉછાળો જ્યારે નિફ્ટીમાં મિડકેપ 100 ઇન્ડેક્સમાં 39.40 ટકાનો વધારો નાંધાયો હતો. રિયલ્ટી, ફાર્મા, મેટલ, આઈટી, એફએમસીજી, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરોમાં ખરીદારી જોવા મળી રહી હતી.