શેરબજારમાં પ્રેસર સેન્સેક્સ 300 પોઇન્ટ ડાઉનNovember 21, 2018

મુંબઇ તા.21
અમેરીકાના બજારોમાં જોવા મળેલા ભારે ઘટાડાની અસર એશિયાઈ બજારો પર જોવા મળી છે. બુધવારે સેન્સેકસ 100 અંકના ઘટાડાની સાથે ખુલ્યો હતો. બાદમાં વધુ ઘટાડો જાવો મળ્યો હતો અને સેન્સેકસ 300 અંક સુધી સરકી ગયો હતો. જયારે નિફ્ટી 80 અંક ઘટીને 10600થી નીચેની સપાટીએ પહોંચ્યો હતો.માર્કેટમાં સૌથી વધુ પ્રેશર આઈટી ઈન્ડેકસમાં નબળાઈને કારણે દેખાઈ રહ્યું છે. અમેરિકાનું માર્કેટ તૂટવાની સૌથી વધુ અસર આઇ.ટી.શેરો ઉપર પડી હતી. જો કે, બપોરે બે વાગ્યે બજારમાં આંશિક રિકવરી જોવાઇ હતી પરંતુ ટેન્ડ મંદીનો જણાતો હતો. નિફ્ટીના ટોપ 5 લુઝર્સમાં આઈટી સ્ટોક્સ સામેલ છે. ઈન્ફોસિસ 3.64 ટકા, ટેક મહિન્દ્રા 3.31 ટકા, ટીસીએસ 3 ટકા, એચસીએલ ટેક 2.69 ટકા અને વિપ્રો 2 ટકા ઘટાડો જોવાયો હતો.