સેન્સેક્સ 308 અંક ડાઉન, નિફ્ટી 120 પોઈન્ટ નીચેNovember 20, 2018

રાજકોટ, તા.20
શેરબજારમાં આજે શરૂઆતી કારોબારમાં દબાણ જોવા મળ્યું હતું. નિફટી 10,750 નીચે ગગડી હતી. જ્યારે સેન્સેક્સમાં 100 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી નજરે ચડી હતી બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.4 ટકાનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં મિડકેપ 100 ઈન્ડેક્સમાં લગભગ 0.5 ટકાનો કડાકો જોવા મળ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.3 ટકાનો કડાકો નોંધાયો હતો. બપોરે 3.00 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 308 પોઈન્ટ એટલે કે 0.86 ટકાનો કડાકો 35,466ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં 120 પોઇન્ટ એટલે કે 1.11 ટકાના કડાકા સાથે 10,643ના સ્તર પર કારોબાર કરી રહ્યુ હતું. બેન્કીંગ, મેટલ અને આઈટી શેરોમાં વેચવાલીનું દબાણ રહ્યુ. બેન્ક નિફ્ટી 0.3 ટકા ઘટીને 26,224ના સ્તર પર કારોબાર કરી રહ્યા હતા. જો કે ઓયલ એન્ડ ગેસ શેરોમાં ખરીદારી જોવા મળી હતી.