ભીખમંગૂ પાકિસ્તાન ફરી UAEનાં પગે આળોટ્યુંNovember 20, 2018

દુબઈ તા,20
પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાન રવિવારે એક દિવસીય મુલાકાત પર સંયુક્ત અરબ અમિરાત (યુએઈ) પહોંચ્યા જ્યા તે સંભવત આર્થિક મદદ પ્રાપ્ત કરવાનાં પ્રયાસો કરશે. જેમાં દેવામાં ડુબેલા પાકિસ્તાનની આઇએમએફના સહાયતા પેકેજ પર નિર્ભરતા ઘટાડવામાં આવી શકે. ગત્ત બે મહિનામાં ખાનની બીજી મુલાકાત છે. તેમણે પ્રેસિડેન્શિયલ પેલેસમાં અબુધાબીનાં વલી અહમ યુવરાજ અને યુએઇના સશસ્ત્ર દળોના ઉપ સર્વોચ્ચ કમાન્ડર શેખ મોહમ્મદ બિન જાયેદ સાથે મુલાકાત કરી.
એક્સપ્રેસ ટ્રિબ્યુનલનાં સમાચાર અનુસાર તેમની સાથે વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરૈશી અને નાણામંત્રી અસદ ઉમર સહિત અન્ય અધિકારી છે. અખબારના અનુસાર આ મુલાકાતનો ઉદ્દેશ્ય મદદ તરીકે અબજો ડોલર પ્રાપ્ત કરવાનો છે. કારણ કે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) રાજકોષીય અને મૌદ્રિક મોર્ચા પર પાકિસ્તાનના મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. સમાચારે એક કેબિનેટ મંત્રીનો ઉદ્ધધૃત કરતા કહ્યું કે, બંન્ને પક્ષ આર્થિક સહાયતા પેકેજ માટે એક સંમત પત્ર પર હસ્તાક્ષર કરી શકે છે. નાણામંત્રી ઉમરે આઇએમએફની શરતો અને વડાપ્રધાનનાં ઞઅઊ મુલાકાત વચ્ચે કોઇ સંબંધ હોવાનો ઇન્કાર કર્યો છે.
મહત્વકાંક્ષી ચીન- પાકિસ્તાન આર્થિક બેલ્ટ (સીપીઈસી)માં સઉદી અરબનાં ત્રીજા રણનીતિક ભાગીદાર હોવાની જાહેરાતનાં કેટલાક જ દિવસ બાદ પાકિસ્તાને યૂ ટર્ન લેતા કહ્યું કે, સઉદી અરબ હવે તેનો હિસ્સો નહી હોય. સીપીઇસી ચીનના રાષ્ટ્રપતિ શી ચિનપિંગની મહત્વકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ યોજનાનો મહત્વપુર્ણ હિસ્સો છે. ચીન તેના હેઠળ અલગ અલગ માળખાગત સંરચનાની યોજનાઓને લાગુ કરીને વિશ્વમાં પોતાનો દબદબો બનાવવા માંગે છે.
પાકિસ્તાની અખબાર ડોનનાં સમાચાર અનુસાર ત્યાની યોજના અને વિકાસ મંત્રી ખુસરો બખ્તિયારે મંગળવારે પત્રકારોને કહ્યું કે, સઉદી અરબ પ્રસ્તાવિત રોકાણ એક અલગ દ્વિપક્ષીય સંધિ હેઠળ થશે. તેમણે કહ્યું કે, સઉદી અરબ સીપીઇસીમાં રણનીતિક ભાગીદાર નહી બને. એવી ધારણા સત્ય નથી.
બખ્તિયારે કહ્યું કે, કોઇ પણ ત્રીજો દેશ ત્યારે જ ભાગીદાર
થઇ શકે છે જ્યારે તે યોજનાથી બહાર રોકાણ તથા કારોબારનો હિસ્સો બને.