BSE હવે S&P ડાઉ જોન્સથી છેડો ફાડશેNovember 19, 2018

નવી દિલ્હી તા,19
એશિયાના સૌથી જૂના શેરબજાર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) એ એસ એન્ડ પી ડાઉજોન્સ સાથે છેડો ફાડવાનો નિર્ણય કર્યો છે.
બીએસઈ હવે તેના પોતાના સૂચકાંક વિકસાવશે. અત્યાર સુધી એસ એન્ડ પી ડાઉ જોન્સ બેન્ચમાર્ક સેન્સેક્સનું સંચાલન અને કામગીરી કરતું હતું. બીએસઈ અને એસ એન્ડ પી ડાઉ જોન્સે 2013માં સંયુક્ત સાહસમાં એશિયા ઈન્ડેક્સની જાહેરાત કરી હતી, જેથી દક્ષિણ એશિયાનાં વિવિધ અર્થતંત્રમાં ભાગ લેવાનો રોકાણકારો અવસર મળી શકે.
ઈન્ડિયા ઈન્ડેક્સ સર્વિસિસ એન્ડ પ્રોડક્ટસ (આઈઆઈએસએલ) અને એસ એન્ડ પી ની માલિકીની ક્રિસિલ વચ્ચે લાઈસન્સિંગ કરાર પૂરા થઈ રહ્યા છે ત્યારે બીએસઈ તેની સાથે છેડો ફાડવાનો નિર્ણય લીધો છે. આ લાઈસન્સ કરાર 31 ડિસેમ્બ્રના રોજ પૂરા થઇ રહ્યા છે. બીએસઈ હવે તેની પોતાની ટીમ દ્વારા પોતાના સૂચકાંક તૈયાર કરશે. બીએસઈના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ આશિષકુમાર ચૌહાણે કહ્યું હતું કે, ‘અમે પાંચ વર્ષ પહેલાં આ જોડાણ કર્યું હતું.’ પરંતુ વિદેશોમાં જે વ્યાપ વધવો જોઈએ તેવો વ્યાપ વધારવાની દિશામાં ખાસ કંઈ થયું નથી. આથી અમે કરાર રિન્યુ ન કરવાનો નિર્ણય લીધો છ.ે જો કે તેને કારણે નફા અને આવક પર મર્યાદિત અસર જ થશે.’
હરીફ એનએસઈના ઈન્ડાાઈસિસનું સંચાલન એનએસઈ ઈન્ડાઈસિસ દ્વારા જ થાય છે. એટલે કે એનએસઈની પોતાની ટીમ જ કરે છે. એસ એન્ડ પી ડાઉ જોન્સ એ મેકગ્રા-હિલ કંપનીની સબસિડરી છે, જે વિશ્ર્વમાં ઈન્ડેક્સ બેઝડ ક્ધસેપ્ટ, ડેટા અને રિસર્ચનો સૌથી મોટો સ્ત્રોત છે.