શેરબજારમાં તેજી: સેન્સેક્સ 325 પોઈન્ટ અપ, નિફ્ટી 82 પોઈન્ટ ઉપરNovember 19, 2018

રાજકોટ તા.19
આજે સવારે ખુલતામાં શેરબજારમાં સારી શરૂઆત જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ખુલતાની સાથે નિફ્ટી 10,731.25ના સ્તર
સુધી પહોંચી હતી. જ્યારે સેન્સેક્સે 35,656 સુધી દસ્તક આપી હતી.
મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં સામાન્ય ખરીદારી જોવા મળી હતી. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.3 ટકાનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં મિકકેપ 100 ઇન્ડેક્સમાં 0.25 ટકાનો વધારો જોવા મળ્યો હતો. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.2 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
બપોરે 3.15 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 325 પોઈન્ટ એટલેકે 0.92 ટકાની તેજી સાથે 35,782 સ્તર પર કારોબાર કરી રહ્યુ હતુ. તો નિફ્ટીના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં 82 પોઈન્ટ એટલેકે 0.77 ટકાના ઉછાળા સાથે 10,764ના સ્તર પર કારોબાર કરી રહ્યી હતી.