‘ઓનલાઈન’ બિન ખેતી અમદાવાદ-ગાંધીનગરમાં સફળ થયેલી પણ રાજકોટમાં નહિ !November 17, 2018


‘ઓનલાઈન’ બિન ખેતી ‘ફલોપ’ ? માત્ર એક અરજી થઈ ! રાજકોટ, તા. 16
રાજકોટમાં બિનખેતીની અરજીઓને ઓનલાઈન કરવાની કાર્યવાહી શરૂ થઈ છે. ગણતરીના દિવસોમાં ખેતીની જમીનને બિનખેતી કરવામાં આવે છે પરંતુ અટપટી પદ્ધતિ-સોગંદનામા તદુઉપરાંત પ્રોસેસ ફી (જો અરજી રદ થાય તો) ગુમાવવાતા ભયથી બિનખેતી ઓન લાઈન કામગીરી ફલોપ પૂરપાટ થાય તેવા નિર્દેશો મળ્યા છે. પ્રારંભે એક અરજી કરાવવામાં આવી હતી જેને તત્કાલ મંજુરી અપાયા બાદ નવી એક પણ ઓનલાઈન બિનખેતી માટેની અરજીઓ આવી નથી તેવું બિનખેતી મામલતદાર અર્જુન ચાવડાએ જણાવ્યુ હતું.
રાજય સરકારે બિનખેતીની કામગીરી ઓનલાઈન શરૂ કરી છે. પાયલોટ પ્રોજેકટ તરીકે અમદાવાદ-ગાંધીનગરમાં કામ શરૂ કરાયુ હતુ. આ બન્ને જિલ્લામાં ઓનલાઈન બિન ખેતીને સફળતા મળી છે. બાદમાં રાજય સરકારે દિવાળી પૂર્વે રાજકોટમાં બિનખેતી ઓન લાઈન બિનખેતી કરવાની પ્રોસેસમાં એક પણ અરજદારે ઉત્સાહ બતાવ્યો નથી. નવી એક પણ બિનખેતી ઓનલાઈન અરજી આપી નથી. રાજય સરકારે બિન ખેતીમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવા સ્તુત્ય પગલુ ભર્યુ છે. બિન ખેતીમાં જરૂરી તમામના વાંધા પ્રમાણપત્ર તત્કાલ મળી જાય તે માટે સરકારના તમામ વિભાગો કે જે જમીન સંલગ્ન છે તેનો તમામ રેકોર્ડ હવે ઓન લાઈન ઉપલબ્ધ કરાવી તમામ વિગતો કોમ્યુટરાઈઝડ કરી છે. બિન ખેતી ઓન લાઈન અરજીમાં તમામ ના-વાંધા પ્રમાણપત્ર માટે કલેકટર કચેરીની બિનખેતી શાખા દ્વારા જુદા જુદા સરકારી ખાતાઓ પાસેથી ઓન લાઈન અરજી માત્ર 10 દિવસમાં કરી દેવામાં આવે છે અને મંજુરી અપાયા છે.
પરંતુ રાજકોટમાં અરજદારો બિનખેતી ઓન લાઈન કરાવવામાં ઉત્સુક નથી. લાંબી કડાકુટ તેમજ આકરા સોગંદનામા, પ્રોસેસ ફી ગુમાવવાનો ભય સહિતના કારણો બિનખેતી ઓન લાઈન અરજીમાં વિલન હોવાનું સમજાય છે. રાજકોટમાં બિનખેતી ઓન લાઈન કામગીરી શરૂ કરવામાં આવી તે પૂર્વે 40 અરજીઓ મેન્યુઅલી રજુ થઈ છે. અરજદારો ઓનલાઈન પદ્ધતિમાં રસ દાખવ્યા નથી. એક અરજી ઓનલાઈન થયા બાદ નવી એક પણ બિનખેતી ઓનલાઈન અરજી આવી નથી. સામા પક્ષે સરકારે પ્રસાર-પ્રસાર પણ કર્યો નથી. ઉપરાંત અરજદારો ‘નિરસ’ હોય તેવું મનાય છે. ઓન લાઈન અરજીમાં આઈ.ડી. મોબાઈલ નંબર સહિતની વિગતો મુકવી ફરજીયાત છે. તમામ જાણ મેઈલ દ્વારા કરવામાં આવે છે. રાજકોટના લોકો ઓન લાઈન બિનખેતીમાં બડુ ઉત્સાહિત નથી તેમાં મેઈલ ખોલવો, ઓન લાઈન જ જવાબ આપવો, કવેરી સુધારવી, ઓનલાઈન નાણા ભરવાની કડાકુટમાં પડવા માંગતા નથી. આવા વિવિધ કારણોસર રાજકોટમાં બિનખેતી ઓનલાઈન યોજના ફલોપ જાય તેવા અણસાર મળી રહ્યા છે.