પાક. પર ચીનનું દેણું કેટલું? અમેરિકાએ સ્પષ્ટતા માંગીDecember 01, 2018

વોશિંગ્ટન તા.1
દેવાના ડુંગરમાં દબાયેલા તેમ જ ભારે નાણાંભીડ અનુભવતા પાકિસ્તાને ચીનનું કેટલું કરજ ફેડવાનું હજી બાકી છે? તે અંગે અમેરિકાએ પારદર્શકતાની માગણી કરી છે. ચીનની ઉધારી ચૂકવવા માટે પાકિસ્તાન અબજો ડોલરના બેઇલઆઉટ પેકેજની માગણી કરી રહ્યું છે, એવી ધાસ્તી વ્યક્ત થઈ રહી છે તે વેળાએ ટ્રમ્પ વહીવટીતંત્રએ સભ્યોને જાણકારી આપી હતી.
પાકિસ્તાનમાં બેલેન્સ ઓફ પેમેન્ટ (બીઓપી)ની કટોકટી વધી રહી છે તે વેળાએ ગયા મહિને તેણે આંતરરાષ્ટ્રીય નિધિ ભંડોળ (આઈએમએફ)ને બેઇલઆઉટ પેકેજ આપવાની વિનંતિ કરી છે. આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ નાણા પ્રધાન ડેવીડ માલ્પાસે અમેરિકી કોંગ્રેસની સુનાવણી વેળાએ કહ્યું કે આઈએમએફની ટીમ હજી હમણાં જ પાકિસ્તાનથી આવી છે. અમેરિકી સેનેટની વિવિધપક્ષી અને આંતરરાષ્ટ્રીય વિકાસ વિષયક વિદેશ સંબંધો પેટાસમિતિની એક સુનવણી દરમિયાન સેનેટર જેફ મર્કલીએ મુખ્યત્વે ચીનનું કેટલું ઋણ ફેડવાનું બાકી છે? તે અંગે સવાલ કર્યો હતો.
સેનેટર મર્કલી પેટાસમિતિના એક સભ્ય છે. તેમણે સવાલ કર્યો હતો કે આઇએમએફના ભંડોળનો પાકિસ્તાન દ્વારા ચાઈનીઝ કરજ ચૂકવવામાં વપરાશ થાય છે કેમ?
ચીને પાકિસ્તાનમાં ઘણું રોકાણ કર્યું છે. લગભગ 62 અબજ ડોલરનો આંકડો ચીનનો છે. તેમણે ચીન, ચાઈનીઝ બેન્કને ઘણું કરજ ચૂકવવાનું બાકી છે. લગભગ 12 અબજ ડોલરનું બેઇલઆઉટ છે, એમ ઓરેગોનના સેનેટરે જણાવ્યું હતું. ચીનના બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવ (બીઆરઆઈ)માં 60 અબજ ડોલરના ચાઇના-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપેક)નો પણ સમાવેશ થાય છે. કેટલાક કેસમાં ચીનના કરજની શરતોની જાણકારી ઉછીના નાણાં લેનાર કે આંતરરાષ્ટ્રીય સમુદાયને પણ નથી હોતી. આંતરરાષ્ટ્રીય નાણા અને વિકાસ માટેના કાર્યવાહક નાયબ વિદેશ પ્રધાન રોલાન્ડ ડી માર્સેલસે કહ્યું હતું કે શ્રીલંકાની સરકાર હમ્બાનટોટા બંદર અંગેનું કરજ ચૂકવી શકી ન હોવાથી ચીને આ બંદરનો 99 વર્ષના લીઝપટ્ટા પર બંદર અને 15,000 એકર જમીનને પોતાની માલિકીમાં ફેરવી દીધી હતી. અય્યાક્ધનુએ જણાવ્યું હતું કે ઋણ ભરી ન શકવાને કારણે તમિળનાડુના 700થી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી હતી. અમારી પાસે પાણી નથી અને પાછલા પાંચ વર્ષથી અમે દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ. આ વર્ષે પણ વંટોળને લીધે અમને ઘણું નુકસાન થયું છે.