શેરબજારમાં તેજીની હેટ્રીક, સેન્સેક્સ 36,000ને પારNovember 29, 2018

રાજકોટ તા,29
શેર-બજાર આજે ખુલતાની સાથે તેજી જોવા મળી હતી. જ્યારે નિફટીએ પણ 10800ની સપાટી પાર કરી હતી. ડેપ્લરની સામે રૂપિયામાં પણ મજબુતી નોંધાઈ હતી.
શેર બજારમાં બે દિવસથી થતાં વધારા બાદ આજે બજાર ખુલતાની સાથે 300 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. આ લખાઈ રહ્યુ છે ત્યારે સેનસેકસ-36,000 ની સપાટી પાર કરી. 36040.45 ની સાથે 333.45 અપ જોવા મળ્યો હતો. જ્યારે નિફટી 10,8000,ની સપાટીએ 77.85 વધતો જોવા મળ્યો હતો. નિફટીમાં ખરીદદારી હોવાના કારણે ઉછાળો રહ્યો હતો. બજાર ખુલતાની સાથે બેન્ક, ઓટો, મેટલ, સેક્ટરમાં ઉછાળો નોંધાયો હતો. નિફટી બેન્ક-266.26-79 ની સપાટીએ રહી 166.45 પોઈન્ટ ઉંચકાયો હતો. જ્યારે બીએસઈ-સ્મોલ કેપ 14,372 28-એ-56.45, અને બીએસઈ મીડ કેમ્પ-14,716,161 એ 59.16 નો વધારો નોંધાયો હતો.
ડોલર સામે રૂપિયો 70 ની સપાટી થી ઘટીને 69એ પહોંચી વધુ મજબુત થયો હતો. રૂપિયો છેલ્લા 3 મહિનામાં-સૌથી વધુ મજબુત રહ્યો હોવાનું નિષ્ણાંતો-જણાવી રહ્યા છે. રૂપિયો 69.02ની સપાટીએ રહી 59 પૈસા મજબુત રહ્યો હતો.