પાણી મુદ્દે લખતર જડબેસલાક બંધ; કિસાનોની રેલીNovember 28, 2018

 કેનાલમાંથી પાણી ઉપાડતા કિસાનોએ અમે ચોર નથી; અત્યાચાર બંધ કરોના કર્યા સૂત્રોચ્ચાર
 પાણી આપવું નથી; પાણી ઉપાડતા ખેડૂતો સામે અધિકારીઓની દાદાગીરી! સરકાર સામે આક્રોશ
વઢવાણ તા.28
નર્મદા કેનાલમાંથી પાણી ઉપાડી સિંચાઈ કરતા કિસાનોને ચોર સમજી અધિકારીઓ દ્વારા આચરાતા દમન, ફરિયાદના વિરોધમાં લખતર ગામે સજજડ બંધ પાડી સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. કિસાનોની રોષપૂર્ણ રેલીમાં ‘અમો ચોર નથી, બદનામ કરવાનું બંધ કરો, અત્યાચાર નહી પાણી આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. ગઇકાલે નર્મદા કેનાલમાંથી પાણી ઉપાડતા કિસાનોની બકનળી, પમ્પ જપ્ત કરી અધિકારીઓએ કાનૂની કાર્યવાહી કરી હતી.
ગઇકાલે 200થી વધુ ખેડુતોની રેલી નીકળેલ હતી અમે ચોર નથી, બદનામ કરવાનું બંધ કરો, પાણી આપો પાણી આપો તેવું કહી મામલતદારને આવેદનપત્ર આપી સરકારે રવિ પાકમાં પાણી આપવાતી વાત કરી. પરંતુ અધિકારીઓ અમને પાણીને અડવા દેતા નથી. ધમકી આપે છે અને ખેડૂતોએ પાકમાં ખર્ચા કરી નાખ્યા છે. સરકારની પાણી આપવાની જાહેરાત કરી છે પરંતુ પાણી ઉપાડીએ તો અધિકારીઓ
અમને ધમકાવે છે. આથી ખેડૂતોએ લખતર બંધનું એલાન આપતા લખતરની બજારો બંધ છે એટલે પ્રજા ખેડૂતો સાથે રહી છે. લખતર પંથકના ખેડુતો ભારે પરેશાન છે. માથે દેવું છે સરકાર પાણી આપવાની જાહેરાત કરે છે પણ પાણી ઉપાડવા અધિકારીઓ દેતા નથી. ખોટા કેસ કરે છે એટલે આજે લખતરે બંધ પાડ્યો છે.