શિયાળામાં સાઈનસની તકલીફનો આયુર્વેદિક ઉપાયNovember 28, 2018

મેઘાબેનને દરેક શિયાળામાં સાઈનસની તકલીફ રહેતી. કાયમી સારું નહોતું થતું અને હવે તકલીફ વધતી જતી હતી. માથાનો દુ:ખાવો, નાકમાંથી સ્ત્રાવ અને અંદર સોજાના કારણે માથું પણ ભારે લાગતું. આયુર્વેદિક ઉપચાર વિશે ખૂબ શ્રદ્ધા હતી અને એટલે જ એ બીજી કોઈ દવા લેતાં પહેલાં આયુર્વેદિક ઉપાય માટે આવ્યાં હતાં. ઘરગથ્થુ ઉપાયોથી પણ હવે સારું નહોતું થતું. મેઘાબેનને સમજાવ્યું કે, ચહેરાના અસ્થિઓમાં વચ્ચે જગ્યા(તાફભય) હોય છે જેને સાઈનસ કહે છે. આ સાઈનસમાં સોજો આવવાના કારણે નાકમાંથી કફનો સ્ત્રાવ, માથાનો દુ:ખાવો, ક્યારેક ચહેરાનો દુ:ખાવો, નાક બંધ થઈ જવું આ બધાં લક્ષણો જોવા મળે છે જેને સાઈનસાઇટીસ (જશક્ષીતશશિંત) કહે છે.
આયુર્વેદ અનુસાર વાયુ અને કફ દોષનું અસંતુલન સાઈનસાયટીસમાં મુખ્યત્વે જોવાં મળે છે. જેનાં કારણે આગળ જતાં પિત્ત દોષ પણ દુષિત થાય છે. નિદાન સેવનના કારણે દુષિત કફ સાઈનસમાં ભરાઈ જાય છે જેથી વાયુનો માર્ગ અવરોધાય છે. દુષિત પિત્તનાં કારણે સોજો અને સાઈનસમાં બળતરા થાય છે.
: સાઈનસાઇટીસનાં મુખ્ય કારણ :
* ધૂળ, રજકણ, ઝાકળ, ઠંડી લહેરોનો સંપર્ક, હવાનું પ્રદૂષણ
* શીત અને ગરમ ઋતુ પરિવર્તન
* પાણીમાં વધુ સમય રહેવું કે સ્વિમિંગ કરવું.
* વધુ પડતી ઊંઘ અથવા રાત્રિના ઉજાગરા
* ગળ્યા, ઠંડા, વાસી, પચવામાં ભારે પદાર્થનું વધુ સેવન
* વ્યાયામનો અભાવ
* ખૂબ રડવું અથવા આંસુઓને બહાર ન આવવા દેવા
* કૃમિ, મદ્યપાન, સ્મોકિંગ, વધુ પડતું પાણી પીવું.
* ર્જીણ રોગો, ઊંચા ઓશીકા પર સૂવું.
* અખાદ્ય પદાર્થો, દુૂષિત ભોજનનું સેવન
: સાઇનસાઈટીસ આયુર્વેદિક ઉપાય :
આયુર્વેદિક પંચકર્મ સાઇનસાઈટીસમાં વિશેષ આવશ્યક છે. સ્થાનિક બાષ્પ સ્વેદ, વમન, લેપ, તલમ, આયુર્વેદિક પદ્ધતિથી નસ્યથી સાઇનસાઈટીસમાં ખૂબ સારો લાભ થાય છે. યોગ્ય ઔષધિ દ્વારા ઉચિત પ્રકારે નસ્ય કરવાથી સાઈનસમાં જામેલો કફ દૂર થાય છે અને સામાન્ય શ્ર્વાસ પ્રશ્ર્વાસ લઈ શકાય છે.
સૂંઠ, હળદર, તુલસી, પીપર, તજ, જેઠીમધ, લસણ, ધાણા, હળદર, દશમૂળ, હરડે, વગેરે ઔષધો અને તેનાં ઔષધ યોગોનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો સાઈનસાઇટીસમાં ફાયદો થાય છે.
: સાઈનસાઇટીસમાં ધ્યાનયોગ ચિકિત્સા :
પ્રાણાયામ, કપાલભાતિ, જલનેતિ, વગેરેનો ઉચિત અભ્યાસ સાઈનસાઇટીસમાં લાભદાયક છે. જાનુ શિરાસન, ચક્રાસન, શલભાસન, ભુજંગાસન, હલાસન, સર્વાંગાસન, મત્સ્યાસન, સવાસન પણ સહાયક નીવડે છે. નિયમિત ધ્યાન કરવાથી પણ આનુષંગિક ચક્રોની શુદ્ધિ થાય છે અને સ્વાસ્થ્ય પ્રાપ્તિ થાય છે.
: સાઈનસાઇટીસમાં આહાર-વિહારમાં આટલું ધ્યાન રાખવું :
* આખો દિવસ નવશેકું પાણી પીવું, પ્રકૃતિ અનુસાર તજ, મરીવાળો ઉકાળો પણ પી શકાય.
* હમેશાં તાજું, સુપાચ્ય અને ઉષ્ણ ભોજન લેવું. આદુ (સૂંઠ), શાકભાજી, ફળો પણ લેવાં.
* ઠંડુ ભોજન, કોલ્ડડ્રિન્કસ, આઈસ્ક્રીમ, તેલવાળું, ઠંડુ પાણી, ચોકલેટ્સ ન લેવાં.
* વધુ પડતી ઊંઘ, દિવસની ઊંઘ, બેઠાડુ જીવન, ઠંડા પાણીથી સ્નાન ખાસ કરીને શિર પર સ્નાન અને વરસાદમાં સ્નાન ન કરવું.
* પેટ સાફ આવે તેની તકેદારી રાખવી.
* ભોજનનો નિશ્ર્ચિત સમય જાળવવો.
(ઉપરોક્ત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદ, યોગ નિષ્ણાંતની સલાહ પછી જ કરવો)