ફેસબુક લાવી રહ્યું છે એક નવું ફિચર, બનાવી શકશો 3D તસવીરNovember 28, 2018

આ છે નવું ફીચર ફેસબુક સમયાંતરે પોતાના નવા નવા ફીચર્સની અપડેટ આપી રહી છે. ખાસ કરીને એપ્લિકેશન આવ્યા બાદ તેણે અનેક પ્રયોગ કરેલા છે. તાજેતરમાં તેણે પોતાના મેસેન્જર અપડેટ આપી હતી. હવે ફેસબુકે નવી અપડેટમાં પોતાના યુઝર્સને થ્રીડી ફોટો બનાવવાની સવલત આપી છે. આ ફોટોને ડાયરેક્ટ એફબી પર તૈયાર કરી શકાય છે અને શેર પણ કરી શકાય. આ ફીચરને પાડેલા ફોટોમાં કે ફોટા પાડીને પણ તૈયાર કરી શકાય છે.
આ ફોટો માટે ખાસ કોઈ ટુલ્સ ઈનસ્ટોલ કરવાની જરૂર નથી. ખાસ વાત એ છે કે, થ્રીડી ફોટામાં કોઈ પણ ફોટાને તૈયાર કરી શકાય છે. આ માટે કેટલાક એફબીએ મોબાઈલ માટે કેટલાક ટુલ્સ તૈયાર કર્યા છે. સૌથી પહેલા મોબાઈલ ફોનનો કેમેરો ઓન કરો અને તેને ’ઙજ્ઞિિિંફશિ’ં મોડ પર સેટ કરી દો. ત્યાર બાદ જે ફોટો થ્રીડી કરવો છે તેને ક્લિક કરો. પડેલા ફોટોમાં પણ થ્રીડી ઈફેક્ટ કરી શકાય છે પણ તે ક્લિક પોટ્રેટ મોડ પર હોવા જરૂરી છે.
ફોટો પાડી લીધા બાદ ફેસબુક ઓપન કરો, આ માટે પહેલા ફેસબુકની લેટેસ્ટ અપડેટ ઈનસ્ટોલ કરી લો. ત્યાર બાદ આ ફોટો ફેસબુક પર અપલોડ કરવાનો રહેશે. હવે થ્રીડી ફોટો બનાવવાના ખરા સ્ટેપ શરૂ થાય છે.
ફેસબુક પર ફોટો અપલોડ કર્યા બાદ જમણી બાજુના ખૂણાં રહેલા ત્રણ ડોટ પર ક્લિક કરો. ત્યાર બાદ થ્રીડી ઓપ્શન પસંદ કરો, ત્યાર બાદ ફોટો તેમાં ઓપન થશે. આટલું કર્યા બાદ જે ફોટોને થ્રીડી બનાવવો છે તેને પસંદ કરો. આ પછી ફોટાનું કેપ્શન પણ સેટ કરી શકાશે. ત્યાર બાદ શેર આઈકોન બટન પર ક્લિક કરતા જ ફોટો પોસ્ટ થઈ જશે.
થ્રીડી ફોટો માટે જો બેસ્ટ પરિણામ જોઈતું હોય તો જેનો ફોટો પાડવો છે તેને ત્રણ ફૂટ દૂર રાખવું જોઈએ. ત્યાર બાદ થોડી લાઈટ પણ આપવી જોઈએ. આ પછી પોટ્રેટ ઈમેજમાં ટેક્સચર અને સોલિડ એજ સેટ કરી શકાશે.
જો થ્રીડી ફોટો ફેસબુક પર શેર કરવો હોય તો આ માટે સૌ પ્રથમ આઈફોન 7 પ્લસ, આઈફોન 8 પ્લસ, આઈફોન એક્સ, આઈફોન એસએક્સ, આઈફોન એક્સએસ મેક્સ અને આઈફોન એક્સઆર ડીવાઈસ હોવા જરૂરી છે. તો જ આ ફીચર એક્સેસ કરી શકાશે. માત્ર આઈફોન ડીવાઈસ માટેની એપ્લિકેશનમાં જ આ ઓપ્શન જોવા મળે છે.