ડોકટરે નશામાં પ્રસુતિ કરતા માતા-શિશુનું મોતNovember 27, 2018

મોડીરાત્રે નશામાં ચકચૂર તબીબે લથડીયા ખાતા-ખાતા ઓપરેશનનાં ઓજારો ઉપાડયા...

ભાવનગર તા.27
બોટાદની પ્રખ્યાત સોનાવાલા હોસ્પીટલમાં ગત મોડીરાત્રે ગંભીર બેદરકારીનો બનાવ સામે આવતા બે નાં મોત થઇ ગયા છે. હોસ્પીટલમાં પ્રસુતિ માટે દાખલ મહિલાની ડોકટરે નશાની હાલતમાં સારવાર શરૂ કરી હતી. લથડીયા ખાતા ડોકટરે પ્રસુતિ પણ કરી નાખતા સગર્ભા મહિલા અને નવજાત શિશુ બન્નેનાં મોત થતા ગરીબ એવા પરીવાર પર આભ ફાટયું હતું. પોલીસ તપાસમાં તબીબે નશો કર્યો હોવાનું સાબીત થતા કસુરવાર ડોકટર સામે કાર્યવાહી શરૂ થઇ છે પરંતુ આ પૂર્વે પણ આ અંગે અનેક ફરીયાદો થઇ હોવા છતાં હોસ્પીટલ દ્વારા કોઇ પગલા નહીં લેવાતા અંતે બે નિર્દોષનો ભોગ લેવાયો હતો.
રઘુવીર મકવાણા/બોટાદ: બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં મોડી રાત્રીના ડોકટરની બેદરકારીને કારણે સગર્ભા મહિલા અને નવજાત શિશુનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. મહિલાને ડિલિવરી લાવવા માટે આવેલી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા કરવમાં આવેલી સરાવાર બાદ મહિલાનુ તથા નવજાત શીશુનું મોત થયું છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, કે ડોક્ટરે દારૂ પીધેલી હાલતમાં સારવાર આપી બતી જેથી મહિલાનું અને નવજાત શીશુંનું મોત થયું હતું.
તબીબની બેદરકારીથી જે સગર્ભા મહિલાનું મોત નિપજ્યું છે તે મહિલા બોટાદ જીલ્લાનાં અલમપરથી કામીનીબેન જેંતીભાઇ ચાવીયા (ઉ.વ.22) હોવાનું બહાર આવેલ છે. આ મહિલા અને નવજાત શિશુ બન્નેના મોત નિપજ્યા છે.
ડોક્ટરની બેદરાકરીથી માતા અને બાળક એમ બંન્નેના મોત થતા પરિવારજનોએ પોલીસને જાણ કરતાપી.આઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોચીં આવ્યો હતો. પરિવાર દ્વારા પોલીસને આક્ષેપ સમક્ષ આક્ષેપ કરવામાં આવ્યો કે, ડોક્ટર દ્વારા દારૂ પીને નશાની હાલતમાં મહિલાની પ્રસુતિ કરવાતા બેદરકારીથી તેનું મોત થયું છે. જ્યારે પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલના ડોક્ટરનું બેથ એનલાઇઝર દ્વારા ચેકિંગ કરાતા ડોક્ટર નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે.
બોટાદ સોનાવાલા હોસ્પિટલમાં મોડી રાત્રીના ડોકટરની બેદરકારીને કારણે સગર્ભા મહિલા અને નવજાત શિશુનું મોત થતા પરિવાર પર આભ ફાટ્યું છે. મહિલાને ડિલિવરી લાવવા માટે આવેલી સરકારી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા કરવમાં આવેલી સરાવાર બાદ મહિલાનુ તથા નવજાત શીશુનું મોત થયું છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે, કે ડોક્ટરે દારૂ પીધેલી હાલતમાં સારવાર આપી બતી જેથી મહિલાનું અને નવજાત શીશુંનું મોત થયું હતું.
ડોક્ટરની બેદરાકરીથી માતા અને બાળક એમ બંન્નેના મોત થતા પરિવારજનોએ પોલીસને જાણ કરતાપી.આઈ સહિતનો સ્ટાફ હોસ્પિટલ ખાતે પહોચીં આવ્યો હતો. પરિવાર દ્વારા પોલીસને આક્ષેપ સમક્ષ આક્ષેપ કરવામાં આવ્યો કે, ડોક્ટર
દ્વારા દારૂ પીને નશાની હાલતમાં મહિલાની પ્રસુતિ કરવાતા બેદરકારીથી તેનું મોત થયું છે. જ્યારે પોલીસ દ્વારા સરકારી હોસ્પિટલના ડોક્ટરનું બેથ એનલાઇઝર દ્વારા ચેકિંગ કરાતા ડોક્ટર નશાની હાલતમાં હોવાનું બહાર આવ્યું છે.