રો-રો ફેરી સર્વિસ ફરી બુધવાર સુધી બંધ: દેકારોNovember 27, 2018

 બુકિંગ કરાવનાર
અનેક મુસાફરો રઝળી પડયા: સેવાની વિશ્ર્વસનીયતા સામે
ઉઠવા લાગ્યા સવાલો
ભાવનગર તા.27
ઘોઘા-દહેજ રોયેલ સેવા બાદ હવે પેસેન્જર ફેરી સર્વિસ પણ બુધવાર સુધી બંધ કરી દેવાઇ છે. માત્ર ચાર કલાક પહેલા જ મુસાફરોને ફોન કરી કરીને રીફંડ લઇ જવા સુચના આપવામાં આવતા અનેક મુસાફરો અટવાઇ જતા રોષ ફેલાયો હતો. અને ફેરી સર્વિસની વિશ્ર્વસનીયતા સામે અનેક પ્રશ્ર્નો ઉઠયા છે.
ઘોઘા-દહેજ વચ્ચે શરુ કરાયેલ રોયેલ ફેરી સર્વિસમાં વિઘ્ન આવ્યા બાદ હાલમા વાહનો લાવવા-લઇ જવા માટેની સેવા બંધ છે અને માત્ર પેસેન્જરના પરિવહન માટેની પેસેન્જર ફેરી સેવા ચાલુ હતી. પરંતુ તે પણ આજથી અચાનક બંધ કરી દેવાઇ છે. જેના કારણે અગાઉ બુકીંગ કરી કાર્યક્રમ ઘડી ચુકેલા અનેક લોકો અટવાઇ પડયા છે. તેટલું જ નહી સાંજે ચાર વાગે ઘોઘાથી ચાલનાર પેસેન્જર ફેરી સર્વિસમાં બુકીંગ કરાવનારા મુસાફરોને બપોરે
બપોરે 1ર વાગે ફોન કરી ફેરી સર્વિસ રદ કરાયા ની જાણ કરી રીફંડ લઇ જવા સુચના આપતા અનેક મુસાફરો રઝળી પડયા હતા. અને રોષે ભરાયા હતા. આ અંગે કેટલાકે ગુજરાત મેરી ટાઇમ બોર્ડના પોર્ટ ઓફીસરને પણ ટેલીફોનીક ફરીયાદો કરી હતી. ઇન્ડીગો કંપનીના અધિકારીઓ દ્વારા જણાવાયા મુજબ બુધવાર સુધી પેસેન્જર ફરી સર્વીસ બંધ રહેશે. સ્વબચાવમાં કંપનીએ જણાવ્યું હતું કે મેઇન્ટેન્સ માટેની ટીમ આવી જતાં ઇન્ડીગો-1 (પેસેન્જર ફેરીનું જહાજ) ચલાવી શકાય તેમ નથી. અને બુધવાર પછી શરુ થશે તેવી હૈયા ધારણઅ ાપી હતી જો કે રોયેલ સર્વીસ બાદ પેસેન્જર ફેરી સર્વિસ પણ અચાનક બંધ કરાતા લોકોમાં વિશ્ર્વાસ મળતા સામે અનેક પ્રશ્ર્નો ઉઠયા છે.