ગોળના ગુણકારી ગુણોNovember 27, 2018

શિયાળાના સ્વસ્થ્યને સ્વસ્થ રાખવાના દિવસોનું આગમન થઈ ગયું છે અનેક સ્વાસ્થ્યલક્ષી પ્રયોગો કરવાનો લોકો આરંભ કરશે. આવા સમયે આજે ગોળના ગુણકારી ગુણો વિશે કેટલીક માહિતી જોઈએ. ખાંડએ સફેદ ઝેર છે એ તો આપણે જાણીએ જ છીએ. તેથી ખાંડના વિકલ્પ તરીકે પણ ગોળ વાપરીએ તો ખુબ જ ફાયદાકારક રહે છે. આયુર્વેદ મુજબ હંમેશા તંદુરસ્ત રહેવા માટે રોજ 20 ગ્રામ ગોળ ખાવો જોઈએ. જે શરીરમાં રહેલા એસિડ તત્ત્વને દૂર કરે છે.
ગોળનું ભારતીય સંસ્કૃતિમાં પોતાનું મહત્ત્વ છે. ગોળ અને ખાંડ બંને શેરડીના રસમાંથી બને છે પણ, ખાંડ બનાવતી વખતે તેમાં રહેલ આયર્ન તત્ત્વ, પોટેશિયમ ગંધક, ફોસ્ફરસ અને કેલ્શિયમ વગેરે તત્વ નાશ થઈ જાય છે..
પણ, ગોળ સાથે આવું બનતું નથી. ગોળમાં વિટામીન બી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
એક શોધનું માનીએ તો - ગોળનું નિયમિત રીતે સેવન તમને અનેક પ્રકારના આરોગ્ય સંબંધિત તકલીફોથી છુટકારો અપાવી શકે છે. ખોરાકમાં ગોળનો ઉપયોગ અનેક રીતે ફાયદાકારક છે.છતાં દરેકની તાસીર તેમજ રોગના પ્રકાર પ્રમાણે ઉપયોગ કરવો આવો જાણીએ ગોળના મહત્ત્વના ફાયદા 1. સ્કીન થઈ જાય છે ચમકદાર :
ગોળ શરીરમાંથી ટોકસીનને બહાર કાઢી નાખે છે. જેથી સ્કીન ચમકદાર બને છે. સ્કીન સબંધિત તકલીફ પણ દૂર થઈ જાય છે.
2. હાકડા થશે મજબૂત:
ગોળ ખાવાથી હાડકા મજબુત થઇ જાય છે. તેમાં કેલ્શિયમ સાથે ફોસ્ફરસ પણ હોય છે. જે હાડકાને મજબુત બનાવે છે.
3. નબળાઇ થશે જશે દૂર:
ગોળ ખાવાથી નબળાઇ દૂર થાય છે. ગોળ શરીરમાં એનર્જીનું લેવલ વધારી દે છે.
* ગોળ પાચન ક્રિયાને યોગ્ય રાખે છે. ગોળ શરીરનું લોહી ચોખ્ખું કરે છે અને મોટાબોલીઝમ ઠીક કરે છે.
* રોજ એક ગ્લાસ પાણી સાથે ગોળનું સેવન પેટને ઠંડક આપે છે અને થાક દૂર કરે છે.
* ગોળ આયર્નનો મુખ્ય સ્ત્રોત છે. તેથી એ એનીમિયાના દર્દી માટે ખુબ ફાયદાકારક છે.
* તેનું સેવન જુકામ અને કફથી આરામ અપાવે છે. જુકામ દરમિયાન જો તમે કાચો ગોળ ન ખાવા માગો તો - ચા કે લાડવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો.
* ખુબ વધુ થાક અને નબળાઇ અનુભવ કરવા ઉપર ગોળનું સેવન કરવાથી તમારી એનર્જી વધી શકે છે.
* દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક સાબિત થાય છે.
* રોજ ગોળના એક ટુકડા સાથે આદુનું સેવન કરવાથી સાંધાના દુ:ખાવામાં ફાયદો થઈ શકે છે
* ગોળમાં વધુ પ્રમાણમાં ‘પોટેશિયમ’ મળી આવે છે.જે ‘બ્લડ પ્રેશર’ને ક્ધટ્રોલમાં રાખવામાં મદદ કરે છે.
આમ ખોરાકમાં ગોળનો ઉપયોગ અનેક રીતે ફાયદાકારક છે.છતાં દરેકની તાસીર તેમજ રોગના પ્રકાર પ્રમાણે અસર થાય છે.
નાના બાળકોને જમવામાં ઘી ગોળ રોટલી ખવડાવી શકાય છે.તેમજ બપોરના અને રાત્રીના ભોજનમાં ગોળનો સમાવેશ કરી ફાયદો મેળવી શકાય છે.આ ઉપરાંત ખાંડના વિકલ્પ તરીકે ગોળ શ્રેષ્ઠ છે.આ બધી વાતમાં એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે
* ગોળ શુદ્ધ અને કેમિકલ વગરનો અથવા દેશી હોવો જરૂરી છે.
સંકલન:- વિરેનભાઇ શેઠ(ભુજ-કચ્છ)