એક વર્ષથી નાસતા બળાત્કારના આરોપીને રાવલથી પકડી પડાયોNovember 26, 2018

જામખંભાળિયા તા.26
છેલ્લા એક વર્ષથી બળાત્કારના કેસમાં નાસતા ફરતા આરોપીને એસ.ઓ.જી. દેવભૂમિ દ્વારકા પોલીસે પકડી પાડ્યો છે.
રાજકોટ રેન્જ આઇ.જી.પી. સંદીપસિંગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક રોહન આનંદના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતાને પકડવા ડ્રાઇવ ચાલતી હોવાથી ડી.બી.ગોહીલ (ઇનચા./પોલીસ ઇન્સપેકટર, એસ.ઓજી.)એ જુદી જુદી બે ટીમો બનાવી બન્ને ટીમોને નાસતા-ફરતા આરોપીઓને પકડવા માટે કાર્યરત કરી છે જે, દરમ્યાન કલ્યાણપુર તાલૂકાના રાવલ ગામે સાથેના પો.હેડ.કોન્સ.ઇરફાનભાઇ આમદભાઇ ખીરા તથા પો.હેડ.કોન્સ. મહમદભાઇ યુસુફભાઇ બ્લોચને ખાનગીરાહે હકીકત મળેલ કે કલ્યાણપુર પોસ્ટેના બળાત્કાર, અપહરણ અને પોક્સો એક્ટ કલમ 412 મુજબનો આરોપી રાતા બાબૂ બારીયા(ઉ.વ.20, રહે રાવલ જમોડ પાડો તા. કલ્યાણપુર) છેલ્લા એકાદ વર્ષથી નાશતો ભાગતો ફરે છે. હાલ રાવલ ગામના બસ સ્ટોપ પાસે ઉભો છે. આ હકીકત મળતા મજકૂર ઇસમને જેમના તેમ ઉભવાનું જણાવી હકિકત મુજબની તપાસ કરતા મજકુર આરોપી રાણા બાબૂ બારીયાની ધોરણસર અટક કરી કલ્યાણપુર પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ થવા સોંપી આપેલ છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ.એ.ડી.પરમાર તથા એસ.ઓ.જી સ્ટાફના પોલીસ હેડ કોન્સ. પરબતભાઇ કરમુર, હરદેવસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજાૃ હરપાલસિંહ ઉદેસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. મહાવિરસિંહ ગોહીલ ધર્મેન્દ્રસિંહ જાડેજા જેસલસિંહ જાડેજા, અરશીભાઇ માડમ, સુરેશભાઇ વાનરીયા પો.હેડ કોન્સ. ભીખાભાઇ ગાગીગા તથા લક્ષ્મણભાઇ આબલીયા જોડાયા હતા.