ધ્રાંગધ્રાના રોકડિયા સર્કલ પાસેથી ચોરાઉ બાઇક સાથે બે ઝડપાયા

સુરેન્દ્રનગર તા.17
સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સપેક્ટર કે.આર.કાપડિયા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ આર.ડી.ચૌહાણ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ દશરથભાઇ અશોકભાઇ વિક્રમભાઈ અનિકેતસિંહ તથા સ્ટાફ ના વિગેરે માણસો ધ્રાંગધ્રા ટાઉનમાં પેટ્રોલીંગમા હતા તે દરમિયાન રોકડીયા સર્કલ પાસે વાહન ચેકીંગ કરતાં પોલીસ ને શંકાસ્પદ મોટરસાયકલ લાગતાં વાહન રોકી વાહન ના આધાર પુરાવા ની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસ વધુ તપાસ કરતા બાઇક ચોરી હોવાનો ભેદ ખુલ્લો થયો હતો બાદ પોલીસ દ્રારા કડક પુછપરછ કરતાં તેવો ની પાસેથી દશ મોબાઈલ ફોન પણ મડી આવેલ હતા આથી ચોરી અગે નો ગુન્હો ધ્રાંગધ્રા પોલીસ સ્ટેશનમાં નોધાયો છે વિજય વાલજીભાઇ વાધેલા અને રામકુ ભીખાભાઇ સારોલીયા જાતે દેવી પુજક રહે. વડોદ વાડી વિસ્તાર તાલુકો જસદણ બન્ને આરોપીએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ની હદમાં થી મોબાઈલ ચોરી કરેલ હોય તેમ કબુલાત કરી હતી તેમજ આરોપી પાસેથી એક બાઇક તથા દશ મોબાઈલ ફોન તથા સફેદ ધાતુ ના છડા તથા રોકળ રૂ.5000 કુલ મળી આસરે રૂ.52,200 ના મુદ્દા માલ સાથે પકડી પાડી ગુન્હા ના કામે ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી ધ્રાંગધ્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.આર.કાપડિયા ચલાવી રહ્યા છે.