સુરેન્દ્રનગરમાં જમીનના હક્ક માટે પરિવાર દ્વારા ઉપવાસNovember 17, 2018

 સુદામડા ગામની
જમીન ભૂમાફીયાઓ દ્વારા આંચકી લેવાની દહેશત વ્યકત કરી
સુરેન્દ્રનગર, તા. 17
સાયલાના સુદામડા ગામે રહેતા સાળેશા પરિવાર દ્વારા વર્ષોથી વાવેતર કરી પરિવારનું ગુજરાન ચલાવાય છે તેવી ત્રણ એકર જમીન ભૂમીફીયાઓના ઈશારે ઝુંટવી લેવાનો કારસો ઘડાઈ રહ્યાની ફરિયાદ સાથે પરિવારના ત્રણ સભ્યોએ કલેકટર કચેરીએ ઉપવાસ આંદોલન શરૂ કરી હકક અધિકાર આપવાની માંગ કરી છે.
સાયલા તાલુકાના સુદામડા ગામે રહેતા આલજીભાઈ હમીરભાઈ સાળેશાનો ત્રણ ભાઈનો પરિવાર સીમમા આવેલ ત્રણ એકરમાં વર્ષોથી વાવેતર કરે છે પરંતુ અમુક ભૂમાફીયાઓએ લગડી જેવી જમીન હડપ કરવા તંત્ર સાથે મિલીભગત કરી જમીન આંચકી લેવાનો પ્રયાસ શરૂ કરતા સાળેશા પરિવારના આલજીભાઈ, હીરાભાઈ અને મહેશભાઈએ સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન શરૂ કરી સરકાર પાસે જમીનના હકક અને અધિકાર આપવાની માંગ કરી છે.