શેરબજારમાં તેજી: સેન્સેક્સ 212 પોઈન્ટ અને નિફ્ટી 50 પોઈન્ટ અપ

રાજકોટ તા.15
આજે સવારે ખુલતામાં શેરબજારની સારી શરૂઆત થઈ હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકાનો વધારા સાથે કારોબાર કરતાં જોવા મળ્યો હતો. શરૂઆતી કારોબારામં નિફ્ટી 10,600ની પાર જવા કામયાબ રહી હતી તો સેન્સેક્સ 35,229 પર પહોંચ્યો હતો.
મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં સુસ્તી જોવા મળી રહી છે. બીએસઈના મિડકેપ ઇન્ડેક્સમાં 0.25નો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે એનએસઈના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.1 ટકાનો સામાન્ય વધારો નજરે ચડ્યો છે. બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ સપાટ નજરે ચડે છે. બપોરે 3.00 વાગ્યે બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 212 એટલેકે 0.60 ટકાની તેજી સાથે 35,354ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો તો એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટીમાં 50 પોઈન્ટ એટલેકે 0.47 ટકાનો વધારો થતા 10,626ના સ્તર પર કારોબાર કરી રહી હતી.