આજે બોલિવૂડની જોડી દીપિકા-રણવીરસિંહ લગ્નગ્રંથિથી જોડાશેNovember 14, 2018

 લગ્ન પહેલા કોંકણી રિવાજથી સગાઈ થઈ
લેક કોમો તા,14
ઈટલીના લેક કોમોમાં બોલીવુડના સૌથી લોકપ્રિય કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની લગ્ન સાથે જોડાયેલી રીત રશ્મોની શરૂઆત સોમવારથી જ થઈ ગઈ છે.
13 નવેમ્બરે કપલની સંગીત અને મહેંદી સેરેમની ખુબજ ધામધુમ પૂર્વક કરવામાં આવી. 14-15 નવેમ્બરે રોયલ વેડિંગ થશે. મીડિયા રિપોર્ટસ અનુસાર સોમવારે કપલ પારંપારિક કોંકણી રીત રિવાજથી સગાઈ કરી હતી.
આ સગાઈ કોંકણી ફૂલ મુડ્ડી (ફુલ મુડ્ડી) કહેવામાં આવે છે. જેમાં દુલ્હનના પિતા દુલ્હાનું સ્વાગત
કરે છે.
એકટ્રેસના પિતા પ્રકાશ પાદુકોણે રણવીર સિંહને નારિયેળ આપી તેમના પરિવારમાં સ્વાગત કર્યુ હતુ. ત્યારબાદ કપલે એકબીજાને રિંગ પહેરાવી હતી. ત્યા ઉપસ્થીત તમામ લોકો માટે આ યાદગાર અને ખુબજ ભાવુક પળ હતા. રણવીરની સ્ટાઈલિસ્ટ નિતાશા ગૌરવે ટ્વીટ કરી લખ્યુ કે કોઈ ફોટાઓ નહોતો પણ બંનેને સાથે જોવા શાનદાર લાગતા હતા. હું મારા આંસુઓને રોકી નથી શકતી. આ ખુશીના આંસુ છે.
સમાચાર છે કે કપલ પોતાના પ્રશંસકો સાથે ફોટોગ્રાફરે પાડેલા ફોટાઓ શેર કરશે. રણવીર દીપિકાએ લગ્નમાં હાજર રહેલા મહેમાનોની પ્રાઈવસીને ધ્યાનમાં રાખીને ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે.
સંગીત સેરમની બાદ 14 નવેમ્બરે દીપિકા કોંકણી રીત રિવાજ અનુસાર લગ્નમાં વ્હાઈટ અને ગાલ્ડન કલરની સાડી પહેરશે. 15 નવેમ્બરે આનંદ કારજમાં દીપિકા લહંગા પહેરશે. રણવીર સવ્યસાચીની ડિઝાઈનર કાંઝીવરમ શેરવાની પહેરશે. ચર્ચા છે કે લગ્નમાં રણવીર વેડિંગ વેન્યૂમાં સીપ્લેનથી એન્ટ્રી કરશે.
સંગીત ફંક્શનમાં પંજાબી સિંગર હર્ષદીપ કૌરે પોતાના હિટ ગીત પર સૌને નચાવ્યા હતા. આ ગીતોમાં કબીરા, દિલબરો, મનમર્જીયાનો સમાવેશ થાય છે. રણવીર દિપીકાએ ગુંડે ફિલ્મની તુને મારી એન્ટ્રી ગીત ગાયુ છે.