બ્રેકિંગ ન્યૂઝ: ઝીનો 50% હિસ્સો વેચાશેNovember 14, 2018

નવી દિલ્હી તા.14
ડીઝનીએ 21 સેન્ચુરી ફોકસને એકવાયર કરી ત્યારબાદ હવે ભારતમાં પણ મીડિયાની મોટી ડીલ થવા જઇ રહી છે. ઝી એન્ટરટેઇન્મેન્ટે મંગળવારે જણાવ્યું કે સુભાષ ચંદ્રાના નેતૃત્વમાં તેમના પ્રમોટર્સ કંપનીમાં પોતાની ઇકવીટીના 50 ટકા સ્ટ્રેટેજિક પાર્ટનરને વેચવાની યોજના બનાવી રહ્યા છે.
પ્રમોટર્સ આ હિસ્સો વેચવાથી જે મુડી મળે તેનો ઉપયોગ નવી ટેકનોલોજીનો વિકાસ કરવામાં વાપરવા માગે છે. ઝી કંપની નવી ટેકનોલોજી આધારીત મીડિયા કંપનીમાં પરીવર્તીત થવા માંગે છે. ઝી એન્ટરટેઇન્મેન્ટ એન્ટરપ્રાઇઝ લિમિટેડે જણાવ્યું કે તેના પ્રમોટર્સે 50 ટકા ઇકવીટીનો હિસ્સો વેચવાની તૈયારી દર્શાવી છે. ચંદ્રાએ દિવાળી બાદ મુંબઇમાં એક બેઠક યોજી હતી જેમાં આ નિર્ણય લેવાયો હતો. ઝી એન્ટરટેનમેન્ટ ચંદ્રાનો હિસ્સો 41.6 ટકા છે. કંપનીની માર્કેટ વેલ્યુ 42,088 કરોડ છે. 2017-18 માં કંપનીની રેવન્યુ 7126 કરોડ અને પ્રોફીટ 1478 કરોડ રૂપિયા હતા. ઝી ગ્રુપ પાસે 7 લિસ્ટેડ અને બીજી અને અનલિસ્ટેડ કંપનીઓ છે. ઝીમાં ખરીદદારોમાં અનેક નામની ચર્ચા છે પરંતુ મુકેશ અંબાણીની કંપની રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું નામ સૌથી ટોચ પર છે.