‘વોટ્સએપ’નો ડેટા ડીલીટ થવાની ચેતવણીNovember 14, 2018


ન્યૂયોર્ક: દુનિયાની સૌથી પોપ્યુલર મેસેજિંગ એપ વોટસએપએ પોતાની ઘોષણામાં પુષ્ટિ કરતા જણાવ્યું છે કે, જે યુઝર્સે પોતાના ડેટાનો ગૂગલ ડ્રાઈવ પર બેકઅપ નહીં લીધો હોય તેઓનો ડેટા હંમેશા માટે ડિલીટ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, વ્હોટસએપે ઓગસ્ટમાં ગૂગલ સાથે ડીલ કરી હતી. આ એગ્રીમેન્ટ વ્હોટસએપ
યૂઝર્સનો ડેટા ગૂગલ ડ્રાઈવ ક્લાઉડ સ્ટોરેજ સર્વિસમાં સેવ કરવા અંગેનો હતો, જેથી યૂઝર્સ પોતાના ફોનની મેમરીનો મહત્તમ ઉપયોગ કરી શકે. સાથે જ જૂનો ફોન બદલતી વખતે પણ જૂનેા ડેટા સરળતાથી તેમાં ટ્રાન્સફર કરી શકાય.
વ્હોટસએપ ચેતવણી આપી છે કે, કોઈપણ બેકઅપ જે એક વર્ષ સુધી અપડેટ કરાયું નથી, જે પણ ગૂગલ ડ્રાઈવ સ્ટોરેજમાંથી આપમેળે ડિલીટ થઈ જશે. વ્હોટસએપના આ પગલાંની એવા યૂઝર્સ પર અસર થશે જેમણે ગૂગલ ડ્રાઈવ પર ડેટા અને ચેટ હિસ્ટ્રીનું બેકઅપ લીધું નથી.
સૌથી પહેલા વોટસએપ સેટિંગ્સમાં જાઓ, ત્યારબાદ ચેટમાં જઈને ચેટ બેકઅપ સિલેક્ટ કરો. અહીં બેકઅપનું ઓપ્શન દેખાશે, તેને પ્રેસ કરો. જો વાઈ-ફાઈ નું ઓપ્શન સિલેક્ટ હોય તો બેંક અપ વાઈ-ફાઈમાં કરો નહીંતર બેકઅપ ઓવરથી ઓપ્શન ચેન્જ પણ કરી શકો છો.