ગરીબના લગ્ન આંટોપાય એથીયે મોંઘી તો કંકોતરી

  • ગરીબના લગ્ન આંટોપાય એથીયે મોંઘી તો કંકોતરી

મુંબઈ તા,14
ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નની કંકોત્રી સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ કાર્ડનો વીડિયો વાઈરલ થયા બાદ આ રોયલ કાર્ડની ખૂબ જ ચર્ચા થઈ રહી છે. હવે આ કાર્ડની કિંમત સામે આવી છે. તમને જણાવી દઈએ કે ઈશા અંબાણી અને આનંદ પીરામલ 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ જશે.મીડિયા રિપોર્ટ્સ મુજબ ઈશા અંબાણી અને આનંદ પીરામલના લગ્નના કાર્ડની કિંમત લગભગ 3 લાખ રૂપિયા છે. જોકે આ રિપોર્ટનું પુષ્ટિ કરવામાં આવી નથી. ઈશા અંબાણીના લગ્નનું આ કાર્ડ બે ભાગમાં વહેંચાયેલું છે. કાર્ડના વીડિયોમાં બે બોકસ દેખાઈ રહ્યા છે. પહેલા બોકસ પર ઈશા અંબાણી અને આનંદ પીરામલના નામનો પહેલો અક્ષર ‘આઈએ’ લખ્યો છે. પહેલું બોકસ ક્રિમ કલરનું છે અને તેના પર ફૂલોની સજાવટ છે. તો બીજુ બોકસ લાઈટ પિંક અને ગોલ્ડન કલરનું છે. બોક્સની અંદર માતા લક્ષ્મીની તસવીરો છે. જો એક સ્ટેન્ડ પર મૂકેલી છે. બોકસ ખોલતા જ ગાયત્રી મંત્ર સાંભળી શકાય છે.