‘વિરાટ’ની એડ્. પર સરકારી પ્રતિબંધNovember 14, 2018

નવી દિલ્હી તા,14
રેશ ડ્રાઈવિંગ અને ખતરનાક રીતે ગાડી ચલાવતા દર્શાવાતી એડવર્ટાઇઝમેન્ટ બાબતે સરકારે કડક વલણ અપનાવ્યું છે. ઇંયજ્ઞિ ખજ્ઞજ્ઞિંભજ્ઞિાએ પોતાની બાઇક ડિિંયળય 200 છનીએ જાહેરાત પાછી ખેંચી લેવી પડી છે જેમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ખતરનાક રીતે બાઇક ચલાવતો નજર આવી રહ્યો છે. આ જાહેરાતને લઈને ટ્રાન્સપોર્ટ મંત્રાલયે એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સીલ ઓફ ઇન્ડિયાને તેની પર પ્રતિબંધ લગાવવા માટે કહ્યું છે.
હાલમાં જ ઇંયજ્ઞિ ખજ્ઞજ્ઞિંભજ્ઞિાએ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. કંપનીએ વિરાટને બાઇક ડિિંયળય 200આરના કેમ્પેનમાં લીધો છે. આ બાઇક સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ થઈ હતી.
વિરાટ કોહલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ મારફતે 175 કરોડ રૂપિયાની કમાણી કરે છે. એક રિપોર્ટ અનુસાર વિરાટ કોહલી 19 બ્રાન્ડની જાહેરાત કરે છે. ક્રિકેટના એન્ડોર્સમેન્ટમાં 15.77 ટકાનો વધારો થયો છે. 2016માં વિરાટ 20 બ્રાન્ડની જાહેરાત કરતો હતો. તેના દ્વારા તેણે 120 કરોડની કમાણી કરી હતી જોકે 2017માં તેણે 19 બ્રાન્ડની જાહેરાત કરી હતી. તેની કમાણી વધીને 150 કરોડને પાર કરી ગઈ છે.