શેરબજારમાં તેજી: સેન્સેક્સ 284 પોઈન્ટ અપ, નિફ્ટી 84 પોઈન્ટ ઉપરNovember 13, 2018


રાજકોટ, તા.13
શરૂઆતના કારોબારમાં બજારમાં નરમી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં નિફ્ટી 10,440.5 સુધી ગગડી તો સેન્સેક્સે 34,672.2 સુધી ગોથુ ખાધુ હતુ. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.25 ટકા કમજોરી નજર આવી રહી હતી.
બેન્કીંગ, ઓટો અને રિયલ્ટી શેરોમાં દબાણ જોવા મળ્યુ હતુ. બેન્ક નિફ્ટી 0.4 ટકાના કડાકા સાથે 25,440ના સ્તર પર કારોબાર કરી રહ્યું હતું.
જો કે ફાર્મા, મેટલ અને ઓયલ એન્ડ ગેસ શેરોમાં ખરીદારી જોવા મળી રહી હતી.
મિડકેપ અને સ્મોલકેપના શેરોમાં હલ્કુ દબાણ જોવા મળી રહ્યુ હતુ. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સમાં 0.2 ટકાના ઘટાડો નોંધાયો હતો. મિડકેપ 100 ઈન્ડેક્સમાં 0.25 ટકા કડાકા સાથે બીએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.25 ટકા ગગડ્યો હતો.
બપોરે 3.00 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 284 અંક એટલે કે 0.82 ટકાનો વધારો થતા 35097ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો. તો એનએસઈના 50 શેરોવાળા પ્રમુખ નિફ્ટી 84 પોઈન્ટ એટલેકે 0.81 ટકાના વધારા સાથે 10,567ના સ્તર પર કારોબાર કરી રહ્યો હતો.