પ્રિયંકાના લગ્નના આલબમનાં પણ ઉપજશે 19 કરોડ રૂપિયાNovember 13, 2018

મુંબઇ તા.13
પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમતેમ નવા સમાચાર મળી રહ્યા છે. લેટેસ્ટ ઇન્ફોર્મેશન પ્રમાણે આ બંનેના લગ્નને કવર કરવા માટે ઈન્ટરનેશનલ મેગેઝીનો વચ્ચે સ્પર્ધા જામી છે. હવે હાલના રિપોર્ટ્સ મુજબ લગ્નની તસવીરોનું બુકીંગ થઈ ગયું છે. આ 2.5 મિલિયન ડોલર એટલે કે 19 કરોડ રૂપિયામાં વેચાઈ ગઈ છે. જોકે આ કરાર કઈ મેગેઝીન સાથે કરાયો છે તે વિશે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. પ્રિયંકા-નિકના લગ્ન નિશ્ચિત રીતે એક મોટી ઈવેન્ટ છે. બોલિવૂડ-હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જલદી ફેમસ સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં થશે. આ લગ્નની તૈયારી શરૂ થઈ
ગઈ છે. ગત અઠવાડિયે ન્યૂયોર્કમાં પ્રિયંકાનું બ્રાઈડલ શાવર થયું જેમાં કેલી રિપો અને લ્યૂપિતા ન્યોંગો જેવા હોલિવૂડ સેલિબ્રિટી હાજર રહ્યા હતા. આ પછી એમ્સટડમમાં યોટ પર પ્રિયંકાની બેચલર પાર્ટી થઈ જેમાં સોફી ટર્નર, સૃષ્ટિ બહલ આર્યા, તમન્ના દત્ત, નતાશા પાલ, ચંચલ ડિસૂઝા અને ડૈના સપનિક જેવી ખાસ ફ્રેન્ડ જોવા મળી.