શુક્રવારથી વિન્ડીઝમાં મહિલા ટી-20 વર્લ્ડ કપNovember 07, 2018

સેન્ટ લ્યુસિયા તા. 7
વેસ્ટ ઇન્ડિઝમાં શુક્રવાર, 9 નવેમ્બરે 10 દેશો વચ્ચેની મહિલા ટી-ટ્વેન્ટી વર્લ્ડ કપ સ્પર્ધા શરૂ થશે જેમાં પહેલી મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8.30 વાગ્યાથી ભારત અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાવાની છે. આ સ્પર્ધામાં કુલ 23 મેચો રમાશે. ફાઇનલ પચીસમી નવેમ્બરે ભારતીય સમય મુજબ સવારે 5.30 વાગ્યે શરૂ થશે.
અત્યાર સુધીમાં મહિલા ટી-ટ્વેન્ટીના પાંચ વિશ્ર્વકપ રમાયા છે જેમાં ભારત ક્યારેય ચેમ્પિયન નથી બન્યું. વાસ્તવમાં, ભારતીય મહિલા ટીમ ક્યારેય વન-ડેનો વર્લ્ડ કપ પણ નથી જીતી. 2009ના પ્રથમ વર્ષમાં ઇંગ્લેન્ડે વર્લ્ડ ટી-ટ્વેન્ટીની ટ્રોફી જીત્યા પછી 2010, 2012 અને 2014માં ઑસ્ટ્રેલિયાએ એ ટ્રોફી જીતી હતી. ત્યાર પછી 2016માં ભારતમાં આયોજિત આ ટુર્નામેન્ટ વેસ્ટ ઇન્ડિઝે જીતી હતી. આ વખતના ટી-ટ્વેન્ટી વિશ્ર્વકપમાં ભારતીય ટીમનું સુકાન હરમનપ્રીત કૌર સંભાળશે. મુંબઈમાં રહેતી અને ઓપનિંગ બેટ્સવુમન સ્મૃતિ મંધાના વાઇસ-કેપ્ટન છે.
ભારત ગ્રુપ બીમાં પાકિસ્તાન સાથે મુકાબલો થશે.