સુરેન્દ્રનગરના ધમધમતા વિસ્તારમાં માત્ર 1 કલાકમાં 9 લાખની ઘરફોડીNovember 07, 2018

રાજકોટ તા,7
સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ જેવા સતત ધમધમતા વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો માત્ર એક જ કલાકમાં રૂા.6.66 લાખની રોકડ અને દાગીના મળી કુલ 9 લાખ રૂપિયાની માલમતા ઉસેડી ગયા હતા, અને પોલીસને રીતસર પડકાર ફેંકતા ગયા હતા.
સુરેન્દ્રનગર મહેતા માર્કેટમાં કરીયાણાની દુકાન ધરાવતા અને કાલા-કપાસનો પણ વ્યવસાય કરતા પ્રકાશભાઇ કનૈયાલાલ દક્ષિણી નવા જંકશન રોડ ઉપર રહે છે અને મહેતા માર્કેટમાં જલારામ ટ્રેડીંગ કંપની નામની દુકાન ચલાવે છે.
તેઓ ધનતેરસના દિવસે તેમના મોટા ઘરે પઢીયાર શેરીમાં સાંજે 7 થી 8 દરમ્યાન પૂજા કરવા ગયા ત્યારે તસ્કરોએ તેમના નવા જંકશન
રોડ ઉપર આવેલા ઘરના
દરવાજા તોડી તીજોરીમાં રાખેલ રૂા.6:66 લાખ રોકડા, સોનાની
4 બંગડી, મંગલસુત્ર, બ્રેસલેટ
સહિત કુલ 9 લાખની ચોરી કરી ગયા હતા.
પ્રકાશભાઇ કપાસના ધંધા માટે એ.યુ.ફાયનાન્સ બેન્કમાંથી રૂા.9:66 હજાર લાવ્યા હતા. તેમાંથી 3 લાખ એક વેપારીને આપેલ હતા. બાકીના 6:66 તિજોરીમાં રાખેલ હતા. જે ઉપાડી ગયા હતા.
સતત વાહન વહેવારથી ધમધમતા વિસ્તારમાં તસ્કરો ત્રાટકયા હતા. સફેદ સ્કૂટરમાં આવેલ 3 શકમંદો સીસીટીવીમાં કેદ છે. આ બનાવની જાણ થતા પીએસઆઈ એસ.એસ.વરૂ ડોગ સ્કવોડ અને એફ.એસ.એલ.ની ટીમે પહોંચી જઇ તપાસ આદરી હતી.