સુરેન્દ્રનગરમાં દંપતી કેનાલમાં ખાબક્યું પતિનું મોત, સાત ઉદ્યોગપતિ ફરારOctober 22, 2018

 કેનાલમાં સજોડે પડી મોત માંગતા અરેરાટી: પોલીસે આઠ શખ્સ
સામે ગુનો નોંધ્યો
વઢવાણ તા. 22
સુરેન્દ્રનગરનાં જાણીતા ઉદ્યોગપતિ અને શ્રીરામ પેપર મીલનાં માલિક છબીલદાસ પટેલ અને તેમના પત્ની જશુબેન પટેલે સજોડે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી નર્મદા કેનાલમાં પડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં છબીલ પટેલનું મોત થયું હતું અને તેમના પત્નીને બચાવ ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ બનાવમાં લાશ નહીં સ્વિકારતા અંતે પોલીસ તંત્ર દોડતું થયું હતું અને આઠ વ્યાજખોરો સામે ગુનો નોંધાતા લાશ સ્વિકારી લીધી હતી. દરમિયાન પોલીસે આરોપીઓ વિરુધ્ધ ગુનો નોંધતા સાત ઉદ્યોગપતિ ફરાર હોવાનું જાણવા મળે છે.
છબીલભાઇના મોતના સમાચારથી આ ઘટના બાદ પટેલ સમાજનાં ટોળાંએ હોસ્પિટલે ધસી આવી દંપતીને મરવા માટે મજબુર કરનારા શખ્શો સામે ગુનો દાખલ કરોની માંગણી કરી હતી. જોકે 40 કલાકથી વધુનો સમય વિતી ગયો હોવા છતાં આ કેસમાં કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી ન હતી તેથી કારણે પરિવારજનોએ મૃતદેહ લેવાની ના પાડી દીધી હતી જેને લઈને મામલો ગરમાયો હતો. ભાજપનાં ધારાસભ્ય ધનજીભાઇ પટેલ પણ આ મામલે પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતાં. છતાં આ કેસમાં કોઈ ફરિયાદ દાખલ ના કરાતાં મૃતદેહ હોસ્પિટલનાં રૂમમાં પડી રહ્યો હતો. આ કેસમાં બિઝનેસમેન છબીલ પટેલનાં સુસાઈડ બાદ એમના બન્ને પુત્રો જેમાં મોટા પુત્ર હિમાંશુ પટેલ જે દોઢ મહીનાથી જેલમાં હતો તેમણે કહ્યું હતું કે, 12 લોકો રૂપિયા માટે ત્રાસ આપતા હતાં જેનાં કારણે મારા પિતાએ આ પગલું ભર્યાંનો આક્ષેપ કર્યો હતો. આ શખ્શોએ 160 કોરા ચેકોમાં સહી કરાવી લીધી હતી. ત્યાર બાદ ચેક રિટર્નનાં કેસો કરી અમારી પર કેસ દાખલ કર્યાં હતા. જે લોકો મારા પિતાને ત્રાસ આપતા હતા. જેથી મારા પિતાએ આ પગલું ભર્યુ હતું. તેમણે આ તમામ લોકો સામે ફરિયાદ દાખલ કરો પછી જ મૃતદેહ સ્વીકારાશે તેવું કહ્યું હતું. ઘટનાને 40 કલાકથી વધુનો સમય વિતવા છતાં પણ કોઇપણ કાર્યવાહી કરવામાં આવી નથી.
અંતે પોલીસે રમેશ મહેશભાઇ, મનન ધીરૂભાઇ, મુકેશ મહેશભાઇ કૈલો, મુકેશ પટલ (મેડીકલ સ્ટોરવાળા), અનુપમભાઇ નરશીભાઇ, તેજ વરસોરા, રાજુભાઇ મહેશ્ર્વરી સહિતના આઠ વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.
પરિવારે જણાવ્યું હતું કે, રાજકીય પ્રેશરને કારણે ફરિયાદ લેવામાં આવતી નથી. આખી ઘટનામાં સવારે મૃતકના પુત્રએ કુલ 12 આરોપીઓનાં નામ જાહેર કરાયા હતા. કારખાનેદાર પિતા અને બે પુત્ર સામે આજથી આશરે દોઢ મહિના પહેલા ચેક રટર્ન અને છેતરપિંડીનાં કેસમાં 4.10 કરોડની વેપારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરાઇ હતી. જેમાં પિતા-પુત્રની ધરપકડ કરાઇ હતી. આ કેસમાં છબીલદાસને જામીન મળ્યા હતા