શેરબજારમાં ફરી રિવર્સ ચાલ 438 પોઈન્ટના ડાઉનગેપમાં ખુલ્યુંOctober 19, 2018

પરિણામો બાદ રિલાયન્સનો શેર
5.5 ટકા, યશ બેંક
4 ટકા તૂટ્યા
રાજકોટ તા,19
શેરબજારમાં ફરી રિવર્સ ટ્રેન્ડ શરૂ થયો હોય તેમ આજે બજાર ખૂલતામાં સેન્સેકસ-નિફટીમાં ફરી મોટો ઘટાડો થયો હતો. રિલાયન્સના પરિણામો બાદ આજે રિલાયન્સ અને પિરામલ હેલ્થ પાંચ ટકા સુધી તુટતા શેરબજાર ઉપર પ્રેસર આવ્યું હતું. શુક્રવારે અપેક્ષા અનુસાર ભારતીય શેરબજાર નીચે ગેપમાં ખૂલ્યું હતું. આજે સવારે 9.30 વાગ્યે બીએસઈ સેન્સેક્સ 330.93 પોઈન્ટસથી વધુ ગગડી ગયો હતો. ગુરુવારે સ્થાનિક બજારમાં દશેરાની રજા હતી
ત્યારે મોટા ભાગનાં ઈમર્જિંગ બજારે નેટેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. લગભગ 3 ટકાના ઘટાડા સાથે ચીનના બેન્ચમાર્કમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો.
સવારે 9.30 વાગ્યે સેન્સેકસ 330.90 પોઈન્ટસ ઘટીને 34,448,65 પોઈન્ટસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 101.15 પોઈન્ટસના ધોવાણ સાથે 10,351,90 પોઈન્ટસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. ત્યારબાદ સેન્સેકસ 438.45 અને નિફટી 141 પોઈન્ટ સુધી નીચે સરકયા હતાં.
બીએસઈ મિડકેપ અને બીએસઈ સ્મોલકેપ ઈન્ડેકસ અનુક્રમે 0.02 ટકા વધીને અને 0.57 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 5.5 ટકા, યસ બેન્ક 4.10 ટકા, ટીસીએસ 1,96 ટકા, હિરો મોટોકોર્પ 1.85 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા જયારે સન ફાર્મા 1.47 ટકા, એશિયન પેઈન્ટસ 0.99 ટકા, એનટીપીસી 0.58 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.