હાર્દિક પંડ્યા કી દાઢી મેં ‘રેઝર’

મુંબઇ તા.19
મુંબઈ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને જાણીતી બ્રાન્ડ જિલેટની લેટેસ્ટ રેઝરના ફેસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
જિલેટના નવા રેઝરના પ્રચાર માટે કંપનીએ હાર્દિક પંડ્યાને એની આક્રમક ખેલાડી તરીકેની છાપને કારણે પસંદ કર્યો છે.
પંડ્યાએ એક નિવેદનમાં કહ્યું છે કે મેં જ્યારથી શેવિંગ કરવાની શરૂઆત કરી હતી ત્યારથી હું જિલેટનું રેઝર જ વાપરું છું. મને આ બ્રાન્ડ બહુ પસંદ છે અને હું તે નિયમિત રીતે વાપરું છું. પરિવારમાં સામેલ થવા મળ્યું એને હું મારું ગૌરવ ગણું છું. સાતત્યપૂર્ણ દેખાવ તથા મજબૂત વલણ એવા ગુણ છે જે પંડ્યાના વ્યક્તિત્વ તથા બ્રાન્ડને મળતા આવે છે.