50 કરોડ મોબાઈલ કનેકશન પરનો ખતરો ટળ્યો

  • 50 કરોડ મોબાઈલ કનેકશન પરનો ખતરો ટળ્યો

નવીદિલ્હી તા,18
ટેલીકોમ વિભાગ અને યૂનિક આઈડેંટીફિકેશન ઓથોરીટી ઓફ ઇન્ડિયાએ ગુરુવારે એક સંયુક્ત નિવેદન જારી કરી લોકોને ખાતરી આપી કે, આધારના કારણે લોકોના ફોન બંધ નહી થાય. નિવેદનમાં કહેવામાં આવ્યું કે કેટલાક મીડિયા રિપોર્ટમાં 50 કરોડ લોકોના ફોન બંધ થવાની જે ખબરો આવી રહી છે તે પૂર્ણ રીતે કાલ્પનિક અને અસત્ય છે.
ટેલીકોમ સચિવ અરુણા સુંદરરાજને જણાવ્યું કે સરકાર તેને લઇને ચિંતિત છે અને સમાધાનની તપાસ કરી રહી છે. સરકારની કોશિશ છે કે આધાર હટાવવા અને કોઇ નવા ઓળખ પત્ર જમા કરાવવા સુધી મોબાઇલ યુજર્સને કોઇ સમસ્યા ન થાય. સુંદર રાજને કહ્યું કે યુજર્સને ઓછામાં ઓછી સમસ્યાના સાથે મામલા થારે પડે અને સરકાર આ સુનિશ્ચિત કરવા માંગે છે.
જો કે આ પૂર્વેના અહેવાલ મુજબ દેશમાં અડધો અડધ એટલે કે 50 કરોડથી વધારે મોબાઇલ કનેક્શન(સીમ કાર્ડ) બંધ થઈ જવાનું જોખમ ઉભું થયું છે. આધાર કાર્ડ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા બાદ હવે મોબાઇલ ઓપરેટર્સે ફરીથી કેવાયસીની પ્રોસેસ શરૂ કરવી પડશે.
અત્યાર સુધી તમામ મોબાઇલ કંપનીઓ ફક્ત બોયમેટ્રિક ઓળખને આધારે સીમકાર્ડ આપતી હતી. આ ઉપરાંત જૂના ગ્રાહકોના નંબરોને
પણ આધાર સાથે લિંક કરી દેવામાં આવ્યા છે. હવે જો તાત્કાલિક આ
અંગે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે
તો મોબાઇલ કનેક્શન બંધ થવાનું જોખમ ઉભું થશે.
તાજેતરમાં સુપ્રીમ કોર્ટે આધાર અંગે ચુકાદો આપતા ટેલિકોમ ઓપરેટર્સને આધારનો ઉપયોગ કરવાની મનાઇ ફરમાવી દીધી હતી. સુપ્રીમના ચુકાદા પહેલા બધી જ ટેલિકોમ ઓપરેટર્સ કંપનીઓએ દરેક મોબાઇલ નંબરને આધાર સાથે લીંક કરવાનું ફરજિયાત બનાવી દીધું હતું. સુપ્રીમનો ચુકાદો અસરમાં આવતા હવે મોબાઇલ ઓપરેટર્સે આધાર સાથે લિંક કરેલા મોબાઇલનું ફરીથી કેવાયસી કરવું પડશે. આ માટે ગ્રાહકો પાસેથી ફરીથી અન્ય ઓળખ અને સરનામા અંગે પુરાવા એકત્રીત કરવા પડશે. જો આવું નહીં થઈ શકે તો મોટા પ્રમાણમાં મોબાઇલ કનેક્શનો બંધ થશે.
આ બાબતની ચર્ચા કરવા માટે બુધવારે ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજન મોબાઇલ કંપનીઓના પ્રતિનિધિઓને મળ્યા હતા. આ બેઠકમાં મોટી સંખ્યામાં સીમકાર્ડ બંધ ન થાય તેના વિકલ્પોની ચર્ચા કરવામાં આવી હતી. ટેલિકોમ ડિપાર્ટમેન્ટ પણ આ બાબતે આધાર ઓથોરિટી સાથે વાતચીત કરી રહી છે.
સુંદરરાજને જણાવ્યું હતું કે, સરકાર આ બાબતે વહેલામાં વહેલી તકે કોઈ સમાધાન આવે તેના પ્રયાસમાં છે. સરકાર એવું ઇચ્છી રહી છે કે જે પણ પ્રોસેસ થાય તેના કારણે યુઝર્સે કંઈ પણ સહન કરવાનો વારો ન આવે. સૌથી વધુ જોખમે ‘જિયો’ના ગ્રાહકો
સુપ્રીમ કોર્ટના ચુકાદાની સૌથી વધારે અસર સપ્ટેમ્બર 2016માં ટેલિકોમ ક્ષેત્રમાં પ્રવેશ કરનારી જીઓ કંપનીને થશે. કારણ કે જીઓએ તેમના તમામ ગ્રાહકોની નોંધણી ફક્ત બોયોમેટ્રિક સિસ્ટમથી જ કરી છે. આ માટે કોઈ અન્ય ઓળખના પુરાવા લેવામાં આવ્યા નથી. બુધવારે જીઓ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે આ વર્ષે સપ્ટેમ્બરના અંત સુધીમાં તેમના ગ્રાહકોની સંખ્યા 25 કરોડ પર પહોંચી છે. જીઓ ઉપરાંત અન્ય ટેલિકોમ કંપનીઓ કે જેમણે બાયોમેટ્રિકના આધારે સીમકાર્ડનું વેચાણ કર્યું છે તેમની હાલત પણ આવી જ થશે.