સુરેન્દ્રનગરમાં ભત્રીજા વહુની હત્યાના ગુનામાં ફુવાને આજીવન કેદOctober 31, 2018

 2016માં વહુ તાબે નહી થતા ફુવાએ ધારિયાના ઘા મારી હત્યા કરી હતી
વઢવાણ તા,31
સુરેન્દ્રનગરમાં બે વર્ષ પહેલા વહુની હત્યાના ગુનામાં ઝડપાયેલ ફુવાનો કેસ અત્રેની કોર્ટમાં ચાલી જતા આજરોજ વાસનાઅંધ ફુવાને આજીવન કેદની સજાનો હુકમ કર્યો હતો. બનાવની વિગત મુજબ સુરેન્દ્રનગરના નિર્મળનગરમાં મુન્નાભાઇ લક્ષ્મણભાઇ પોતાના પરિવાર સાથે રહેતા હતા તે દરમિયાન વિરમગામ ખાતે રહેતા પોતાના ફૂવા સયાજી ઠાકોરને નોકરી અપાવવા માટે સુરેન્દ્રનગર બોલાવ્યા હતા અને પોતાના ઘરમાં રાખ્યા હતા.
મુન્નાભાઇના ફુવાએ થોડા સમયમાં પ્રોત પ્રકાશ્યું હતું અને મુન્નાભાઇના વહુ ઉપર નજર બગાડી હતી. 2016માં વહુ ઘેર એકલા હતા ત્યારે ફુવાએ વહુ સાથે જબરદસ્તી કરતા વહુ હેમલબેન તાબે ન થતા અને ફુવાને ચાલ્યા જવાનું કહેતા તેઓ નાશી છુટ્યા હતા. ત્યારબાદ તા.8/6/16ના રોજ બપોરના સમયે હેતલબેન હોસ્પિટલ પુલપાસેથી જતા હતા ત્યારે ફુવાએ ધારીયા વડે હુમલો કરી હેતલબેનની હત્યા કરી હતી.
બનાવ બાદ ફુવાની પોલીસે ધરપકડ કરી હતી અને કેસ અત્રેની કોર્ટમાં ચાલુ હતો. કેસ અંગે આજરોજ જજ એમ.સી. પીન્ટોએ વકીલની દલીલ ધ્યાને લઇ તેમજ સાક્ષીના નિવેદનોમાં આધારે ગુનો સાબીત થયો હોવાથી આરોપી સાયાજી ઠાકોરને હત્યાના આરોપસર આજીવન કેદની સજાનો આદેશ કર્યો હતો.