રાપરના ગેડી ગામે બંધ મકાનમાંથી 25 લાખનો વિદેશી દારૂ ઝડપાયોOctober 30, 2018

 દિવાળીનાં પર્વો માટે બૂટલેગરોએ મુંબઈગરાના
બંધ મકાનમાં દારૂ ઉતાર્યો
ભુજ : ભુજમાં દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરવા માટે બુટલેગરોએ મંગાવેલા દારૂના જથ્થાને પોલીસે ઝડપી પાડીને પ્યાસીઓના મોઢામાંથી લાડ ટપકાવીને બુટલેગરોનાં મનસુબાઓ પર પાણી ફેરવી નાખ્યું હતું. રાપરનાં ગેડી અને ગાગોદર ઓપીના સાયમાંથી પોલીસે 25 લાખનો ભારતીય બનાવટનો વિદેશી શરાબ ઝડપીને પ્યાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે. ગત મધરાત્રે પોલીસે આ બે દરોડા પાડીને બે આરોપીઓ પણ દબોચ્યા હતા.
રાપર પી.આઇ. રાઠોડના જણાવ્યા મુજબ ગેડીનાં દરબાર ગઢમાં 100 થી 150 ઘર આવેલા છે. જેમાં આરોપી અર્જુનસિંહ હેતુભા વાઘેલા પોતાના ઘરની બાજુમાં આવેલા ઘરમાં શરાબ રખાયો હતો. તે ઘરના માલિક બહાર વસવાટ કરે છે. મુંબઇ ગરાના બંધ પડેલા ઘરમાં અર્જુનસિંહ હેતુભા વાઘેલા અને અશોકસિંહ બહાદુરસિંહે શરાબ છુપાવ્યો હતો. પોલીસને આ ઘરમાંથી દારૂની કુલ 226 પેટીઓ કિ.રૂા.10.38.800 નો જથ્થો મળી આવ્યો હતો. ગઢ બહાર રખાયેલી જુની ફ્રન્ટી કાર પોલીસે કબ્જે કરી હતી. જેમાં દારુના કવાટરીયા રખાયા હતા. આ કાર્યવાહીમાં પી.એસ.આઇ. એ.બી.ચૌધરી એન.વી. રહેવાર, ડુંગર ભારથી ગોસ્વામી, નિકુંજ જાદવ, સરતાણ પટેલ જોડાયા હતા. પોલીસ બંન્ને આરોપીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.