આદિપુરમાં ફાયરિંગ કરી કેશવાનમાંથી 32 લાખ રૂપિયાની દિલધડક લૂંટ કરાઇOctober 30, 2018

બેન્કમાં પૈસા લોડ કરવા આવેલ વાનને લૂંટી બે શખ્સ પલાયન
ભુજ : કચ્છમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અત્યંત નાજૂક અવસ્થામાં હોય તેમ હત્યા-લૂંટની ઘટના રોજીંદી બની ગઈ છે. વિનય સિનેમા નજીક એટીએમમાં પૈસા ભરવા આવેલ મિશ્રીલાલ ગોરધનલાલ (રાજસ્થાન), અમથભાઈ ડાયાભાઈ રામી (આદિપુર), અનિલભાઈ બાલદાણી (આદિપુર) ઉપર કારમાં આવેલ બે અજાણ્યા શખ્સોએ ફાયરીંગ કરી રૂા.32 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ફાયરીંગ કરતા અમથભાઈ રામીને ગોળી વાગતા ઈજા પહોચી છે. જયારે અનિલભાઈનો આબાદ બચાવ થયો છે. ભરબપોરે સનસનીખેજ લૂંટના બનાવથી શહેરમાં ખળભળાટ મચી વા પામ્યો છે. આજે બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામા આદિપુરના વિનય સિનેમા નજીક આવેલા એક્સીસ બેંકના એટીએમમાં પૈસા ભરવા માટે કેશવેન આવી હતી પરંતુ જેવા તેઓ પૈસા નાંખવાનુ કામ શરૂ કરે તે પહેલાજ એક કારમાં અજાણ્યા શખ્સો આવ્યા હતા અને એટીએમ કેસ વેન ના કર્મચારીઓ પર ફાયરીંગ કરી અંદાજીત 32 લાખની લુંટ કરી ફરાર થઇ ગયા હતા. આદિપુરના ભરચક કહી શકાય એવા વિસ્તારમાં ફાયરીંગ સાથે લુંટની ઘટનાથી વેપારીઓ હતપ્રભ થઇ ગયા હતા બનાવની જાણ થતા આદિપુર પોલિસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત મહત્વની તમામ બ્રાન્ચના અધિકારી અન એસપી, ડીવાયએસપી સહિતનો પોલિસ કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. ફાયરીંગની ઘટનામાં બે વ્યક્તિઓને ઇજા પહોંચી છે.
અને તેને સારવાર માટે ખસેડાયા છે.