શેરબજારમાં તેજી: સેન્સેકસ 744-નિફ્ટીમાં 235 પોઈન્ટનો ઉછાળોOctober 29, 2018

રાજકોટ, તા.29
સોમવારે શેરબજારમાં કારોબારની શરૂઆત બમ્પર વધારા સાથે થઈ હતી. નવા સપ્તાહના પ્રથમસત્રમાં બોમ્બે સ્ટોક એકસ્ચેન્જ (બીએસઈ)ના 31 શેરોના આંકડા 200.57 અંક એટલે કે 0.60 ટકાની તેજી સાથે 33,549,88 અંક પર સેન્સેકસ ખુલ્યો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એકસ્ચેન્જ (એનએસઈ) 50 શેરોના આંકડા સાથે નિફટી 37.75. એટલે કે 0.38 ટકાની મજબુતી સાથે 10,067.75ની સપાટીએ ખુલ્યો હતો. બપોરે 1.50 વાગ્યા બાદ સેન્સેકસ 744 પોઈન્ટસના ઉછાળા સાથે 34093 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફટી 235 પોઈન્ટ્સથી વધીને 10265ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો.
બપોરના સમયગાળામાં ફાર્મા, કેપિટલ ગૂડ્ઝ, રિયલ્ટી, બેન્ક, પાવર શેર્સમાં ભારે લેવાલી જોવા મળી હતી. આજે બપોરે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.