લગ્નની લાલચ આપી ઠગાઈ કરતી ગેંગના બે ઝબ્બેOctober 27, 2018

 નાસી છૂટેલ પીનલ કુમારીની શોધખોળ હાથ ધરાઈ
સુરેન્દ્રનગર તા,27
વઢવાણમાં લગ્ન કરાવાની લાલચ આપી એક લાખ વીસ હજાર લઈ નાશી છુટેલ પીનલ કુમારીના બે સાગ્રીતોની પોલિસે ધરપકડ કરી હતી. બહારના જીલ્લામાં થી છોકરીઓ સાથે લગ્ન કરાવાની લાલચ આપી પોતાના પતિને આધારામાં રાખી સ્ત્રી ધનની તથા રોકડ રકમ લઈને રફુચક્કર થવાના સુરેન્દ્રનગર જીલ્લામાં ધણા કિસ્સાઓ સામે આવેલા છે ત્યારે આવા લગ્ન કરેલ અરજદારોની લેખીત તથા મૌખિક રજુઆત થતા સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા સુરેન્દ્રનગર ડીવીઝન ના ડી વાય. એસ.પી. એ.બી.વાણંદ આવા કિસ્સામાં અરજદારો ને ન્યાર આપવા જરૂરી સુચના ઓ અને કાયદાકીય માર્ગદર્શન આપેલ હોય જેના ભાગરૂપે વઢવાણ પોલીસે ફરિયાદી શામજીભાઈ કરશનભાઈ મકવાણા જાતે દલવાડી રહે વઢવાણ વાળા ઓને આ કામના આરોપી ભરતભાઇ લખમણભાઈ ધારીયા પરમાર રહે હાલ બોટાદ તથા આરોપી વિજયભાઈ ત્રિભુવનભાઇ પરમાર રહે ધરમપુર. નાસિક રોડ તથા જયેશભાઇ રહે વલસાડ વાળા સાહેદ પીનલકુમારી સાથે લગ્ન કરવાની લાલચ આપી વિશ્વાસ માં લઈ ફરીયાદી પાસે થી આસરે એક લાખ વીસ હજાર જેટલી રકમ મેળવી સાહેદ સાથે લગ્ન કરાવેલ અને લગ્ન ના થોડા સમય બાદ સાહેદ પીનલકુમારી ફરીયાદી ને મુકી નાસી જઈ પરત નહી આવતા આ કામમાં આરોપી ઓએ સાહેદ પીનલકુમારી ના અન્ય સાથે લગ્ન કરાવી આપેલ ફરિયાદી ને તેમની પાસે થી મેળવેલી રકમ પરત નહિ કરતાં ફરીયાદી શામજીભાઈ વઢવાણ પોલીસ મથકે જઈને તેવો સાથે બનેલ બનાવની રજુઆતો કરતાં વઢવાણ પોલીસ આ બાબતની ગંભીરતાથી નોંધ લઈ ગુન્હો રજીસ્ટર લઈને તાત્કાલિક અસરથી તપાસ હાથમાં લીધેલ હોય તેમજ બે આરોપીને અટક કરેલ અને અન્ય આરોપી ઓને પકડવા તપાસ હાથ ધરેલ છે.