સુરેન્દ્રનગરમાં રેતી ચોરી અંગેના જાહેરનામાનો છડેચોક ભંગOctober 27, 2018

રાત્રીના સમયે
પસાર થાય છે રેતી ભરેલા ડમ્પરો
સુરેન્દ્રનગર તા,27
સુરેન્દ્રનગર જિલ્લામાં રેતી ચોરી અંગેના જાહેરનામાનો છડેચોક ભંગ થઈ રહ્યો છે છતાં તંત્ર મુક પ્રેશક બની તમાશો જોવે છે.
અધિક કલેકટર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરી અટકાવવા માટે તા.6/10ના રોજ બહાર પાડેલ જાહેરનામું ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-33(1 અન્વયેનું જાહેરનામું) બહાર પાડવામાં આવેલ હતું જે જાહેરનામાના પ્રથમ ફકરામાં સુર્યોદય થતા પહેલા અને સુર્યોદય થયા બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જેના બદલે સુર્યોદય થતા પહેલા અને સુર્યાસ્ત થયા બાદ રેતી ખનન ઉપર કાયદાથી પ્રતિબંધ મુકવામાં આવેલ છે તેમ વાંચવું. તેવો આ જાહેરનામામાં આંશિક સુધારો કરવામાં કરવામાં આવ્યો હતો. પણ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં અધિક કલેકટર સુરેન્દ્રનગર દ્રારા બહાર પાળેલ હોય છતા સુરેન્દ્રનગર સીટી બીડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જે.એન.વી. સ્કૂલ પાસે રેતી ભરેલુ ડમ્પર નીકળેલ જે તંત્રને દેખાતુ નથી આથી નિયમનો છડેચોક ભંગ થઈ રહ્યો છે.