સપ્તાહના આખરી દિવસે શેરબજારમાં મંદીનો માહોલ: સેન્સેક્સમાં 341 પોઈન્ટનું ગાબડું

રાજકોટ તા.26
શેરબજાર આજે સવારે અપમાં ખૂલ્યા બાદ ડાઉન થઈ ગયું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ દબાણ જોવા મળ્યું હતું. બીએસઇનો મિડકેપ ઇન્ડેક્સ 0.25 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઇન્ડેક્સમાં 0.5 ટકા જેટલી નબળાઈ દેખાઇ હતી. બીએસઇનો સ્મોલકેપ ઇન્ડેક્સ 0.4 ટકા તૂટ્યો હતો. બપોરે 3 વાગ્યે બીએસઇના 30 શેર્સનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ 341 અંકના ઘટાડા સાથે 33,349 ની સપાટીએ જોવા મળ્યો હતો તે જ સમયે, એનએસઇના 50 શેરોનો મુખ્ય ઇન્ડેક્સ નિફ્ટી 94 અંક ઘટીને 10,030 ની સપાટીએ વેપાર કરી રહ્યી હતી. પ્રાઇવેટ બેંક, મેટલ, આઇટી, એફએમસીજી, ઓટો, પાવર, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. બેંક નિફ્ટી 0.6 ટકા ઘટીને 24,663 સ્તર પર વ્યવસાય કરી રહી હતી.