સલાયામાં યુવતિને ગુમ કરવામાં, રાજકારણીઓનો હાથ, પિતાનો આક્ષેપ

 ન્યાય નહીં મળે તો આત્મહત્યા કરીશ, વીડિયો વાયરલ થતા ચકચાર
સલાયા તા,23
સલાયામાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલ યુવતિના પિતાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં યુવતિના પિતાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છેકે મારી પુત્રીના અપહરણમાં શહેરના ટોચના બે રાજકારણીઓ અને ચોક્કસ જ્ઞાતિના આગેવાનોનો હાથ છે આથી જો મને ન્યાય નહીં મળે તો હું આત્મહત્યા કરીશ તેવી ચિમકી આપતા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.
સલાયામાં છેલ્લા 3 દિવસ થયા વાયરલ થયેલો ઓડીયો-વીડિયો ઠેર-ઠેર ચર્ચાને ચોકડે ચડેલ છે વાયરલ થયેલ વીડિયોમાં ગુમ થયેલ યુવતિના પિતા ગુમ થયેલ યુવતીનું જન્મ સર્ટીફિકેટ દેખાડી સ્પષ્ટ અવાજમાં કહે છે. મારી પુત્રીને ગુમ કરવામાં સ્થાનિક રાજકારણમાં મહત્વનું સ્થાન અને હોદો ધરાવતા બે રાજકારણીઓ તથા સ્થાનીક ચોક્કસ જ્ઞાતિના વડાસહિત ત્રણ વ્યક્તિઓના તેમની પુત્રીને ગુમ કરવામાં હાથ છે. નાણાના જોરે સરકારી તંત્ર તેમની ફરીયાદ સાંભળતું નથી આથી જો મને ન્યાય નહી મળે તો યુવતિના પિતા ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરીશ. તેવી ચિમકી ઉચારાતા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે.