ન્યૂયોર્કમાં બે કારની ટક્કરમાં નવદંપતી સહિત 20નાં મોત

 18 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ
ન્યૂયોર્ક: અમેરિકામાં બે કારની ટક્કર થી નવદંપતી સહીત 20નાં મોત નિપજયા હતા. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે ભર બપોરે આ દુઘર્ટના બની હતી. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે ભર બપોરે બે કાર લોકો પર ફરી વળતા નવદંપતી સહિત 20 લોકોનાં મોત થયા હતા. સ્કોહેરી કાઉન્ટીમાં લોકપ્રિય ટૂરિસ્ટ શોપ બેરલ કંન્ટ્રી સ્ટોર એન્ડ કેફેની બહાર એક એસયુવી અને સ્ટ્રેચ લિમોઝિન કાર બપોરે બે વાગે નવા પરણેલા યૂગલ સહિત જાનૈયા લિમોઝિનમાં હતા, તેમાંના 18 લોકો ઘટનાસ્થળે ભોગ બન્યા. પુરઝડપે લિમોઝિન એસયુવી સાથે ટકરાઇ હતી.